જામનગર બ્રાસના વેપારી સાથે વિશ્વાસ કેળવી ૧૫ લાખની છેતરપીડીના કેશમાં આરોપીને જામીન મુકત કરતી જામનગરની અદાલત
-
છેતરપીડીમાં ગયેલ બ્રાસના માલ કે, તેના વેચાણની કોઈપણ રકમની રીકવરી આરોપી પાસેથી થયેલ નહી, તેમ છતાં જામીન આપવામાં આવેલ
-
૧૫ લાખનો માલ બારોબાર વેંચાણ કરી અને એક રૂપિયાની રકમ પણ ચુકવેલ નથી, અને ફરીયાદી સીવાય પણ સાહેદની ૫ લાખની રકમનો માલ લઈ લીધેલ છે, કુલ ૨૦ લાખની રકમનો માલ ખરીદ કરી અને વેપારીને કોઈ રકમ ચુકવેલ નથી તેવી દલીલો સરકાર પક્ષે થયેલ
દેશ દેવી ન્યૂઝ તા ૧૫ ઓગસ્ટ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગરના લાલપુર બાયપાસ પાસે આવેલ જયોત જયોતી પાર્ક શેરી નં.૧માં રહેતા બ્રાસના વેપારી પ્રફુલભાઈ પરસોતમભાઈ ગોંડલીયાએ પંચકોશી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જામનગરની પંચવટી સોસાયટીમાં વસવાટ કરતા આરોપી પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે સામે ફરીયાદ નોંધાવેલ કે, તેમના પુત્ર રૂમીતને પાર્થભાઈ અને કૃપાલભાઈ કોઈ પ્રસંગમાં મળેલ હતા, અને તેમના વચ્ચે બંન્ને બ્રાસનું કામકાજ કરતા હોવાની વાત થતાં, આ પાર્થભાઈ અને કૃપાલભાઈએ જણાવેલ કે, તેમના મિત્ર બ્રાસના માલની ખરીદી કરે છે, તેનો સંપર્ક કરાવી આપીશ તેમ જણાવેલ હતું, ત્યારબાદ બિજા દિવસે ચેતનભાઈ મહેતા નામની વ્યક્તિ ફરીયાદીની પેઢીએ આવેલ અને કહેલ કે, તેમને બ્રાસનો ભંગાર લેવાનો છે, તેમ કહી અને ફરીયાદીને વિશ્વાસમાં લઈ અને ૨૫૬૦ કિલો માલનો ઓર્ડર ફરીયાદીને આપેલ, અને આ આરોપી ચેતનભાઈ મહેતાએ જણાવેલ કે, હું પેમેન્ટ માટે માલ ઉતારીને ચેક લઈ આવું ત્યારબાદ તમે બિલ બનાવજો તેવું વચન આપી અને ૧૫ લાખનો માલ લઈ ગયા
ત્યારબાદ ફરીયાદી ધ્વારા આ આરોપી ચેતન મહેતાને વારંવાર ફોન કરેલ પરંતુ કોઈ જવાબ આવેલ નહીં અને ફોન પણ બંધ કરી દેતા આ ફરીયાદીએ પાર્થભાઈ અને કૃપાલભાઈનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે, અમારે પણ તેમનો સંપર્ક થતો નથી, ત્યારબાદ ફરીયાદીએ તપાસ કરતા આવો કોઈ ચેતન મહેતા નામનો વ્યકિત જ નથી, અને ચેતન મહેતાએ જણાવેલ તેવી કોઈ પેઢી પણ ન હોવાનું જણાતા વધુ તપાસ કરતા આ આરોપી પંચવટી સોસાયટીમાં વસવાટ કરે છે, અને તેમનું નામ પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે હોવાનું ધ્યાને આવતા તેમના સાથે વિશ્વાસધાત અને છેતરપીંડી થયેલ હોવાની ફરીયાદ પંચકોશી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી.
જેમાં આરોપીની અટક કરવામાં આવેલ અને નામ.અદાલતમાં લાવવામાં આવતા, આરોપીએ જામીન મુક્ત થવાની અરજી કરતા, ફરીયાદ પક્ષે અને પોલીસ ધ્વારા લેખીતમાં વાંધાઓ રજુ કરી અને દલીલો કરવામાં આવેલ કે, આરોપીએ ખોટું નામ ધારણ કરી અને કોડ કરેલ છે અને તેમને માલ બિજે વેંચાણ કરી અને ૧૫ લાખની રકમ ઓળવી ગયેલ છે અને આ આરોપી પોતાનો ફોનના પાસવર્ડ પણ તપાસમાં આપતા ન હોય અને તેમને માલ ક્યાં વેચણ કરેલછે, તે પણ જણાવતા ન હોય અને તેમના પાસેથી એક રૂપિયાની પણ રીકવરી થયેલ નથી અને તપાસ દરમયાન એક સાહેદ આવેલ છે અને તેમનો પણ ૫ લાખની રકમનો માલ આ રીતે લઈ જઈ અને પૈસા આપેલ નથી, જેથી આરોપીએ કુલ ૨૦ લાખનો માલ લઈ લીધેલ અને બારોબાર વેંચાણ કરી અને ૨૦ લાખની રકમ ચાંઉ કરી ગયેલ છે, આવા આરોપીને જો જામીન મુક્ત કરવામાં આવશે તો વેપારી આલમમાં ખુબજ મોટો આધાત લાગશે, જેથી આરોપીને જામીન મુક્ત કરવો જાઈએ નહી, તેની સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, ખરેખર સમગ્ર ફરીયાદ અને તપાસમાં આ માલ બિલ વગર વેંચાણ જ કઈ રીતે કરવામાં આવેલ છે ? આ વેપારી કે, જેઓ ૨૦૧૨થી ધંધો કરે છે, તે માત્ર એક જ મુલકાતમાં ૧૫ લાખનો માલ આપે છે તે પણ કોઈપણ પ્રકારની સીક્યોરીટી લીધા વગર ? અને આ રકમ આરોપીએ ચુકવેલ જ નથી, તે પણ કેમ માની લેવું જોઈએ ? અને રીકવરી થયેલ નથી,
તેટલા માત્ર કારણથી આરોપીના જામીનના અધિકારોથી તેમને વંચીત ન રાખી શકાય તે તમામ પાસા ઉપર સચોટ દલીલો થયેલ, ત્યારબાદ આરોપી પક્ષે દલીલો માન્ય રાખી અને નામ.અદાલતે આરોપી પ્રિયેશ નરેન્દ્રભાઈ દવે તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, તથા કરણ કે. પટેલ રોકાયેલા હતા.


