જામનગરની કામદાર રાજ્ય વીમા જનરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો

0
733

જામનગરની કામદાર રાજ્ય વીમા જનરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પ યોજાયો : ૫૨ યુનિટ રક્ત એકત્ર થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩, મે ૨૫ જામનગરની કામદાર રાજ્ય વીમા જનરલ હોસ્પિટલ ખાતે ગત ૨૦.૫.૨૦૨૫ ના રોજ જીજી હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનુ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર રાષ્ટ્રસેવા અને યુદ્ધસજ્જતા જેવા ઉદ્દાત હેતુને સમર્પિત હતી.આ પ્રસંગે પૂર્વ આરોગ્યમંત્રી ડો. દિનેશ પરમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોર્પોરેટર કેતન ગોસરાણી અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા.હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. જાગૃતિ ડી. પરમાર, ડો. નિતા કક્કડ, ડો. હેમાંશુ પરમાર, ડો. અમિત કોઠારી અને ડો. નિપાબેન મહેતા, બ્લડ બેન્કના ઇન્ચાર્જ ડોક્ટર શ્વેતાબેન ઉપાધ્યાય , લખુભા જાડેજા સહિત તમામ તબીબી, પેરામેડિકલ અને કારકૂન સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લઈને શિબિરને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ શિબિરમાં ૫૨ યૂનિટ રક્ત સંગ્રહ કરાયું છે, જે માનવસેવા પ્રત્યેની સમર્પણભાવનાનું પ્રતિબિંબ છે.