એક વકીલ સામે ખોટી ફરિયાદ નોંધાતાં : જામનગર બાર એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા સમક્ષ આક્રમક રજૂઆત : લડી લેવાના નિર્ધાર કરાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૪, ઓગસ્ટ ૨૫ જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા સામે પોલીસ માં ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવતા આજે જામનગર બાર એસોસિએશન ના નેજા હેઠળ જિલ્લા પોલીસ વડા સમક્ષ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી.અને ખોટી ફરિયાદ રદ કરવા માંગણી કરવામાં આવી હતી. આ મુદ્દે જરૂર પડ્યે ઉગ્ર લડત આપવાની પણ ચિમકી આપવામાં આવી છે.
તાજેતર માં એક મહિલા એ પોતાના ઘર માં તોડફોડ કરીને ઘર ખાલી કરવાની ધમકી આપવા અને ૫૦,૦૦૦ ની માંગણી કરવા અંગે નામચીન શખ્સ દિવલા ડોન સહિત ના ઓ સામે પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી . જેમાં સહ આરોપી વકીલ નિર્મળસિંહ નું નામ પણ પોલીસ ફરિયાદમાં દર્શાવાયું હતું.આથી આજે જામનગર બાર એસોસિએશન ની બેઠક પ્રમુખ ભરત સુવા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. અને ત્યાર પછી વકીલ મંડળના સભ્યો જામનગર જિલ્લા પોલીસ વડા ની કચેરીએ પહોંચયા હતા.
જ્યાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જામનગર વકીલ મંડળના સભ્ય વકીલ નિર્મળસિંહ જાડેજા ને આ કામમાં ખોટી રીતે આરોપી બનાવેલ હોય અને તેઓ બનાવ વાળી જગ્યાએ કે બનાવમાં ક્યાંય ભાગ લીધેલ ન હોય તેમ છતાં માત્ર અને માત્ર અગાઉ તેવો આરોપી દીવાલો ડોન ના વકીલ રહેલ હોવાના કારણે આ ફરિયાદી કે જે અગાઉ વેશ્યાવૃત્તિ ધારામાં પટેલ કોલોની માંથી પકડાયેલ હતી તે જ ફરિયાદિ એ ખોટા આક્ષેપો સાથેની ફરિયાદ અન્ય આરોપી સામે આપેલ હોય તેમાં વકીલ નિર્મળસિંહ જાડેજા ને સહ આરોપી ખોટી રીતે બનાવેલ છે. આ રજૂઆતમાં એમ પણ જણાવાયું હતું કે કોઈ પણ વ્યક્તિનું નામ આપવામાં આવે તો શું તેની સામે ગુનો નોંધવામાં આવે ? આ પ્રકરણમાં કોને મિલીભગત છે. ?!
વકીલ નિર્મળસિંહ જાડેજા નું નામ આ ફરિયાદમાંથી રદ કરવું જોઈએ અને તેની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી પાસે કરાવવામાં આવે. અને જ્યાં સુધી યોગ્ય તપાસ ના થાય ત્યાં સુધી વકીલ ની ધરપકડ કરવામાં આવે નહીં તેવી માંગણી કરવામાં આવી હતી .અને જરૂર પડ્યે ઉગ્ર લડત આપવા ની પણ ચિમકી આપવામાં આવી હતી. આ રજૂઆત સમયે જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા, ઉપ પ્રમુખ ભરતસિંહ જાડેજા સેક્રેટરી મનોજ ઝવેરી , જયેન્દ્રસિંહ ઝાલા , રાજેશ ગોસાઈ , કેતન આશર સહિત ના વકીલો જોડાયાં હતા.


