જામનગર હોટલ વિશાલ ઈન્ટરનેશનલના એકાઉન્ટટને જાનથી મારી નાખવાના પ્રયત્નના ગુન્હામાં આરોપીઓની જામીન અરજી નામંજુર કરતી નામદાર જામનગર સેશન્સ કોર્ટ
-
ભાગીદારો વચ્ચેના વિવાદમાં એકાઉન્ટન્ટ ઉપર ખુની હુમલો કરવામાં આવેલ અને આ હુમલામાં ભાનુશાળી સમાજના પ્રમુખ કીરીટ ભદ્વા સામે ગુન્હો નોંધાયેલ
-
ગુનાહીત ષડયંત્ર રચી કિરીટભાઈ ભદ્વા દ્વારા માણસોને મોકલીને ફરીયાદીના ઘરની નિચે તેમના ઉપર હીચકારો ખુની હુમલો કરાવેલ હોવાની ફરીયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ ડિસેમ્બર ૨૫ આ કેશની હકિકત એવી છે કે, જામનગરમાં આવેલ વિશાલ ઈન્ટરનેશનલ હોટલના એકાઉન્ટટ ઉપર (૧) મિલન હંજળા, (૨) અનિલ ભદ્દા ત્થા (૩) કિરીટભાઈ ભદ્દા ત્થા અજાણ્યા દશેક ઈશમો વિરૂધ્ધ જામનગર સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશન સમક્ષ તા.૨૬/૧૧/૨૦૨૫ના રોજ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી (૧) લખન ચંદ્રકાંત ભદ્રા, (૨) અમીત ઈશ્વરભાઈ નંદા ત્થા (૩) નવિન રમેશભાઈ કટારમલની અટક કરી લેવામાં આવેલ હતી અને આરોપી (૧) કિરીટભાઈ ભદ્દા, (૨) અનિલ વિનોદભાઈ, (૩) વિપુલ ઉર્ફે વિભલો ત્થા અર્જુન ભદ્રાનાઓની અટક કરવાની બાકી છે. આ કામના આરોપીઓ (૧) લખન ચંદ્રકાંત ભદ્રા, (૨) અમીત ઈશ્વરભાઈ નંદા ત્થા (૩) નવિન રમેશભાઈ કટારમલની પોલીસ દ્વરા ધરપકડ કરવામાં આવેલ અને જેલ હવાલે કરવામાં આવેલ તેઓ દ્વારા જામીન મુકત થવા અરજી કરાતા મુળ ફરીયાદી અમીત ચંદુભાઈ ચુડાસમાં તરફે દલીલ કરાયેલ કે, આરોપીઓએ એક નિદોર્ષ વ્યકિત ઉપર ષડયંત્ર રચી અને ખુની હુમલો કરેલ છે, અને આ ગુનાના કામમાં અન્ય ચાર આરોપીઓ હાલ ફરાર છે તેમજ ષડયંત્ર રચનાર અને હુમલો કરાવનાર કિરીટભાઈ ભદ્વા પણ ફરાર છે
જો આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવશે તો મુળ ફરીયાદી અને સાક્ષીઓ ઉપર જાનનું જોખમ છે, તેથી તેમને જામીન મુકત કરવા જોઈએ નહી, આરોપી તરફે દલીલો થયેલ કે, ઈજા પામનાર અમીત ચંદુલાલ ચુડાસમાંને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવેલ છે અને તેમને કોઈ જીવલેણ ગંભીર ઈજાઓ નથી અને તેઓ સ્વસ્થ છે, તેથી આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ. તમામ રજુઆતો બાદ નામ.અદાલતે મુળ ફરીયાદી તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપીઓની જામીન અરજી ના-મંજુર કરેલ. આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, સરકાર તરફે એ.પી.પી. ધર્મેન્દ્ર જીવરાજાણી ત્યા વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, નિતેષ જી. મુછડીયા ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.


