જામનગર પાસે નવા નાગનામાં રહેતા એક યુવાન પર વાહન અથડાવવા ની સામાન્ય બાબત માં ઉશ્કેરાયેલો શખ્સ મોટો પથ્થર લઈને મારવા દોડ્યો
-
પોલીસે હુમલો કરવા આવનાર શખ્સ સામે ગુનો દાખલ કર્યો : સમગ્ર બનાવનો વિડીયો શહેરમાં વાયરલ થયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૫ મે ૨૫, જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં બે વાહનો અથડાયા પછી એક વાહન ચાલક ઉશ્કેરાયો હતો, અને જમીન પરથી મોટો પથ્થર ઉપાડીને અન્ય વાહનચાલક ને મારવા માટે દોડ્યો હતો. જેનો વિડીયો શહેરમાં વાયરલ થયો હતો. પોલીસે તે આરોપીને પકડી લઈ તેની સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક નવા નાગના ગામમાં રહેતો ભગવાનજીભાઈ સુરેશભાઈ નકુમ નામનો ૨૬ વર્ષનો યુવાન પોતાનું બાઈક લઈને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા મહેશ પ્રવીણભાઈ ખાનીયા નામના અન્ય એક શખ્સ સાથે વાહન અથડાવવા બાબતે તકરાર થઈ હતી.
જે તકરાર બાદ મહેશ ખાનિયા ઉસકેરાયો હતો, અને જમીન પર પડેલો એક મોટો પથ્થર ઉચકીને ભગવાનજી નકુમને મારવા માટે દોડ્યો હતો. જે અંગેનો કોઈએ મોબાઇલમાં વિડીયો બનાવી લીધો હતો, અને ગઈકાલે શહેરભરમાં તે વીડિયો વાયરલ થયો હતો. જોકે ભગવાનજીભાઈ ભાગી છુટ્યો હોવાથી બચી ગયો હતો.પરંતુ આ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને સિટી એ. ડિવિઝન પોલીસે પથ્થર લઈને હુમલો કરવા આવનાર મહેશ ખાનિયા સામે ભગવાનજીભાઈ નકુમની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.