ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ સહિતની ટીમ વેપાર- ઉદ્યોગ અને રમત ગમત- શિક્ષણ ની બાબતના સર્વે અર્થે જામનગર આવી પહોંચી
-
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે બંને દેશ વચ્ચેની વેપાર ઉદ્યોગ રમતગમત શિક્ષણ અને સ્વાસ્થ્ય ને લગત બાબતોની ચર્ચા થઈ
-
ધારાસભ્ય દ્વારા ઓસ્ટ્રેલિયાના તમામ પ્રતિનિધિ મંડળને જામનગરના રણમલ લેક તેમજ લાખોટા મ્યુઝિયમ ની મુલાકાત કરાવાઈ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ જૂન ૨૫, ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ સહિતની ટીમ ગઈકાલે જામનગરની મહેમાન બની હતી, અને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સાથે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના રમત ગમત, ઉદ્યોગ, વ્યાપાર, શિક્ષણ, અને સ્વાસ્થ્ય ને લગતી બાબતો ની ચર્ચા વિચારણા થઈ હતી. ઉપરાંત આગામી ઓલમ્પિક ગુજરાતમાં રમાશે તે સંદર્ભે વિશેષમાં વાતચીત થઈ હતી. અને બંને દેશના વિચારો નું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. સાથો સાથ તમામ પ્રતિનિધિ મંડળને રણમલ લેક તથા લાખોટા મ્યુઝિયમ ની મુલાકાત પણ કરાવી હતી.
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુઅલ જનરલ પોલ મર્ફી, કે જેઓ પશ્ચિમ ભારત ના ગુજરાત મહારાષ્ટ્ર સહિતના ત્રણ રાજ્યના કોન્સ્યુલેટ છે. ભારત સાથે ઓસ્ટ્રેલિયાના વેપાર ઉદ્યોગ, રમતગમત સહિતના મુદ્દે ચર્ચા વિચારણા અને વિચારોનું આદાન પ્રદાન કરવા માટે જામનગરના મહેમાન બન્યા હતા.
ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પોલ મર્ફી ની સાથે વાઇસ કોન્સ્યુલ યાન સિંકલેર, ઉપરાંત ઓસ્ટ્રેલિયન જનરલ મુંબઈની વિદેશી બાબતો અને વેપાર જગતના સંશોધન અધિકારી ઐશ્વર્યા વર્મા સહિતની સમગ્ર ટીમ ગઈકાલે જામનગર આવી હતી, અને નગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ના જન સંપર્ક કાર્યાલય પર આવી પહોંચ્યા હતા, અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ઉદ્યોગ વ્યાપાર રમત ગમત શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી બાબત ની ચર્ચા વિચારણા કરી હતી, અને એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું.
ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની સમગ્ર ટીમ દ્વારા સર્વે ઓસ્ટ્રેલિયા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત આગામી ઓલમ્પિક ગુજરાતમાં રમાશે,જે અંગે વિશેષથી વાતચીત કરી હતી, અને બંને દેશ વચ્ચે એકબીજાના વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.તેઓની જામનગરની મુલાકાત દરમિયાન ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા જામનગરની શાન એવા રણમલ લેક અને લાખોટા મ્યુઝિયમ ની મુલાકાત કરાવી હતી, અને તેઓ લાખોટા મ્યુઝીયમ નિહાળીને અભિભૂત થયા હતા.
આવેળાએ ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, મહાનગરપાલિકા ના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને જામનગર ના ઇતિહાસ તેમજ લાખોટા મ્યુઝિયમ સંબંધે સંપૂર્ણ જાણકારી પણ આપી હતી.
ઓસ્ટ્રેલિયાનું સર્વે પ્રતિનિધિ મંડળ જામનગર ની મુલાકાત થી અભિભૂત થયું હતું, અને બન્ને દેશ વચ્ચેના વિચારો નું આદાન-પ્રદાન કરવા બદલ ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તમામને જામનગરની પ્રચલિત વસ્તુઓની ભેટ સોગાદ પણ યાદગીરી રૂપે અપાઇ હતી.


