જામનગરમાં વિનાયક પાર્ક વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષિય તરુણ પર હુમલો : પાડોશી સહિત ૩ સામે પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬,માર્ચ ૨૬ જામનગર માં વિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા નિખિલ હમીરભાઇ મકવાણા નામના ૧૭ વર્ષ ના કોળી તરુણ ઉપર તે જ વિસ્તારમાં રહેતા નિખિલભાઇ ગોંદીયાએ તેના બે સાગરીતોની મદદથી ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે, જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઉપરોક્ત હુમલાખોર આરોપીના ઘર પાસેથી પસાર થતો હતો, ત્યારે તેના ઘર ઉપર કોઈએ પથ્થર માર્યો હતો, તે પથ્થર નીખિલે ફેંક્યો હોવાનું કારણ આપીને તેના ઉપર હુમલો કરાયો હતો. જે બનાવની નિખિલ ની માતા પૂનમબેન મકવાણાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.


