જામનગરમાં બહેનના ઘરે જવાનું કહી પરિણીતા લાપતા
દેશ દેવી ન્યુઝ જામનગર તા . ૭ઃ જામનગર શહેરના ખેતીવાડી , વુલનમીલ વિસ્તારમાં પરમાર લત્તામાં રહેતા દિનેશભાઈ આલાભાઈ સાગઠીયાની પત્ની સીમાબેન ( ઉ.વ. ૪૫ ) કે જે ગત તા . ૩ મે ના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં પોતાના બહેનના ઘરે જાવ છું તેમ કહી ક્યાંક ચાલી ગઈ છે .ધો . ૧૦ સુધીનો અભ્યાસ કરેલ પરિણીતાને ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી ભાષા લખતા વાંચતા આવડે છે . પાંચ ફુટ એક ઈંચ ઉંચાઈ રાવતા સીમાબેન ઘરેથી નિકળતી વેળાએ મહેંદી કલરની કુર્તી અને સફેદ કલરની લેગીસ પહેરેલ હતી . પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતા દિનેશભાઈ આલાભાઈ સાગઠીયાએ સીટી સી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી શોધખોળ હાથ ધરી છે .
ઉપરોક્ત વર્ણનવાળી મહિલાની કોઈને ભાળ મળે તો સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં . ૦૨૮૮ ૨૫૫૦૮૦૫ અથવા એ . એસ . આર . આર . એમ . ડુવાના મો . નં . ૯૫૧૦૩ ૫૧૭૫૧ પર જાણ કરવી