રાજ્યમંત્રી રીવાબા જાડેજાની રજૂઆતને સફળતા : જામનગરને GST કેન્દ્ર મળવા ઉપરાંત બજેટમાં અન્ય શહેરોમાં પણ સુવિધા વધારવાની ઘોષણા
દેશ દેવી ન્યુઝ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૬ જામનગરનાં વેપારીઓને જીએસટી સંબંધિત કામગીરીમાં પડતી હાલાકી દૂર થાય એ હેતુથી જામનગરને જીએસટી કેન્દ્ર ફાળવવા માટે રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા ગત ૨૬ નવેસરનાં રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઇને રજૂઆત કરવામાં આવી હતી જે પછી ૨૬/૧/૨૦૨૬ થી જામનગરમાં જીએસટી કેન્દ્ર આરંભ કરવામાં આવ્યુ છે જે અંતર્ગત વેપારીઓને અઠવાડીયામાં બે દિવસ રજીસ્ટ્રેશન નાં બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની સુવિધા મળી છે.
ગઇકાલે વિધાનસભામાં રજૂ થયેલા રાજ્યનાં બજેટમાં હવે જામનગરની તર્જ પર જ અન્ય શહેરોમાં પણ જીએસટી સંબંધિત સુવિધાઓ વધારવાની ઘોષણા થઇ છે.આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ તથા પાટણમાં આગામી સમયમાં જામનગરની જેમ જ જીએસટી સંબંધિત રજીસ્ટ્રેશન તથા વેરીફિકેશન સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.
આમ રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા જામનગરનાં વેપારીઓનાં હિતને ધ્યાને લઇ જીએસટી કેન્દ્ર ફાળવવાની રજૂઆતને પગલે જામનગરને આ સુવિધા પ્રાપ્ત થવા ઉપરાંત અન્ય શહેરોને પણ આ લાભ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે.


