જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની નવી કારોબારીની ટીમની જાહેરાત

0
1743

જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની નવી કારોબારીની ટીમની જાહેરાત કરાઇ

  • શહેર પ્રમુખ તથા જિલ્લા મહિલા પ્રમુખ સહીતના હોદ્દેદારોનું અનેક ભૂદેવોની ઉપસ્થિતિમાં સન્માન કરાયું

દેશ  દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મ સમાજ ની નવી કારોબારીની ટીમની તાજેતરમાં જાહેરાત કરાઇ હતી, અને જિલ્લા મહિલા પ્રમુખ તથા મહિલા સંગઠનના અન્ય હોદ્દેદારો અને શહેર પ્રમુખ તથા અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, અને તમામનું અનેક ભૂદેવો ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું.જામનગર જિલ્લા તથા શહેર બ્રહ્મ સમાજ દ્વારા તાજેતરમાં શરદોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો, જેની સાથે સાથે શહેર જિલ્લાના બ્રહ્મ સમાજના સંગઠનના નવા હોદ્દેદારોની જાહેરાત પણ કરવામાં આવી હતી, જે તમામ હોદ્દેદારોને બ્રહ્મ સમાજના અનેક અગ્રણીઓ વગેરેએ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતા. જામનગર જિલ્લા ના પ્રમુખ તરીકે આશિષભાઈ જોશીની જિલ્લા ના મહામંત્રી તરીકે ભાસ્કર ભાઈ જોશી ની અગાઉ નિમણૂક કરી લેવાયા બાદ તેઓની ઉપસ્થિતિમાં સંગઠનના અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત થઈ હતી જેમાં શહેર પ્રમુખ તરિકે યુવા અગ્રણી કાર્યકર હિરેનભાઈ કનૈયા ની નિમણુંક કરાઈ છે, જ્યારે શહેર મહામંત્રી તરીકે જસ્મીન ધોળકિયા ના નામની જાહેરાત કરવામાં આવી હતી.આ સાથે જ જામનગર જિલ્લા ની બ્રહ્મ સમાજની મહિલા પાંખની ટીમની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના મહિલા પ્રમુખ તરીકે મનિષા બેન સુંબડ, જિલ્લા મહિલા મહામંત્રી તરીકે વૈશાલી બેન જોષી, શહેર મહિલા પ્રમુખ તરીકે જાગૃતિ બેન ત્રિવેદી, શહેર મહિલા મહામંત્રી તરીકે મીના બેન જ્યોતિષી ની નિમણુંક કરાઈ હતી, જે તમામનું પુષ્પહાર કરીને સર્વે ભૂદેવોની વચ્ચે સન્માન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત યુવા ટીમમાં જિલ્લા યુવા પ્રમુખ તરીકે જનકભાઈ ખેતીયા, જિલ્લા યુવા મહામંત્રી તરીકે ચિરાગભાઈ પંડયા અને વિમલ ભાઈ જોષી, શહેર યુવા પ્રમુખ તરીકે ચિરાગ ભાઈ અસવાર, શહેર યુવા મહામંત્રી યશ મહેતા (ભૂદેવ) હર્ષલ ભાઈ જોષી વગેરેની નિમણૂક કરી લેવામાં આવી છે.આગામી સમયમાં બધી ટીમ ના ઉપ પ્રમુખ તથા મંત્રી ની ટીમ જાહેર કરવામાં આવશે, તથા જિલ્લા મા તાલુકા ની મુલાકાત લઈ વિસ્તૃત ટીમ પણ બનાવામાં આવશે, તેવી જાહેરાત નવનિયુક્ત જિલ્લા પ્રમુખ આશિષ જોષી દ્વારા કરવામાં આવી હતી, જેને સૌ કોઈ ઉદય હોય આવકાર આપ્યો હતો. અને સમગ્ર નવનિયુક્ત ટીમને અભિનંદન પાઠવ્યા હતા.