જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ઇજાગ્રસ્ત બનેલી અજાણી મહિલાનું સારવાર દરમિયાન અપમૃત્યુ

0
2029

જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં ઇજાગ્રસ્ત બનેલી અજાણી મહિલાનું સારવાર દરમિયાન અપમૃત્યુ : પોલીસ દ્વારા ઓળખ કરવા કાર્યવાહી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨, માર્ચ ૨૬ જામનગરના વાલકેશ્વરી નગરી વિસ્તારમાં રવિવારે સવારે કોઈ બાઇકમાં પાછળ બેસીને જઈ રહેલી ૩૮ થી ૪૦ વર્ષની વયની એક અજાણી મહિલા, કે જે અકસ્માતે નીચે પટકાઈ પડી હતી, અને ઈજાગ્રસ્ત બની હતી. જેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.આ બનાવ અંગે સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે.કે. વજગોળ વગેરેએ જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મહિલાના મૃતદેહનો કબજો સંભાળ્યો હતો, અને પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જયારે મૃતક મહિલાની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક મહિલાએ સફેદ કલરનો કાળા ટપકા વાળો ડ્રેસ પહેરેલો છે, અને તેના હાથમાં વિપુલ પણ ત્રોફાવેલું છે. જેના આધારે પોલીસ તેની ઓળખ કરવા અને આ મામલામાં વધુ તપાસ ચલાવી રહી છે.