ગુલાબનગરમાં બેકાબૂ બનેલું ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસ્યુ..

0
1367

અકસ્માત સર્જાયો: બેકાબૂ બનેલું ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસ્યુ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬: જામનગરના ગુલાબનગર પહેલા ઢાળીયા પાસે 16 મી તારીખે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં જી.જે.-10 ઝેડ-9831 નંબર નું ડમ્પર બેકાબૂ બનીને ધસી આવ્યું હતું, અને સૌ પ્રથમ માર્ગ પર પડેલી જી.જે.10 એક્સ 1425 નંબરની જીપ સાથે ટકરાયું હતું. જેના કારણે જીપમાં નુકશાની થઇ હતી.

ત્યાર પછી બેકાબૂ બનેલું ડમ્પર નજીકમાં જ આવેલા વિજયભાઈ પરમાર નામના વ્યક્તિના ઘર સાથે ટકરાઈ ગયું હતું, અને મકાનની કમ્પાઉન્ડની દીવાલ તોડી નાખી હતી. ત્યારબાદ અંદર બંધ પડેલી જી.જે.10- ઝેડ 983 નંબરની રિક્ષા સાથે પણ અથડાઈ જતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઇ ન હતી, પરંતુ બે વાહન તેમજ મકાનને નુકસાની થઈ છે. જે અકસ્માતના બનાવ અંગે સંજયભાઈ પ્રવિણભાઇ રાઠોડ દ્વારા ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.