જામનગરમાં સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય : VIDEO બનાવી લીધો

0
10893

જામનગરના સગીર વયના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા ની ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર

  • સગીર બાળક સાથે જ તેના પરિચિત એવા ચાર સગીર બાળકોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો વિડિયો પણ બનાવ્યો

  • સગીર બાળકની માતા ફરિયાદ આપવા તૈયાર ન થતાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો : આરોપી સંદર્ભે તપાસ શરૂ કરાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ ઓગસ્ટ ૨૫, જામનગરના બેડી વિસ્તારમાં એક સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યનો ગુનો સામે આવ્યો છે, અને તેના અનુસંધાને પોલીસે જાતે ફરિયાદી બની બાળક સાથે અઘટીત કૃત્ય કરનાર ચાર સગીર શખ્સો સામે ગુનો નોંધ્યો છે, અને તપાસ શરૂ કરાઈ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતો દસ વર્ષની વયનો એક બાળક કે જેની સાથે ૮, જુલાઈ ના રોજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું, અને તેની સાથે જ ફરતા અન્ય ચાર સગીર શખ્સો કે જે લોકોએ એક મકાનમાં બોલાવી ત્યાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. એટલું જ માત્ર નહીં, મોબાઇલ ફોનમાં તેનો વિડીયો પણ બનાવી લીધો હતો.

જે વિડીયો હરતો ફરતો બાળકની માતા પાસે પહોંચ્યો હતો, અને બાળકની માતાએ આ મામલે તેના પુત્ર સાથે વાત કર્યા પછી જામનગરના સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આવીને જાણ કરી હતી, કે મારા પુત્ર સાથે આવો બનાવ બન્યો છે. જોકે અમારે જ્ઞાતિના આગેવાનો સાથે ચર્ચા થયા બાદ સમાધાન કરી લેવાયું છે, અને એક જ જ્ઞાતિના તમામ લોકો હોવાના કારણે કોઈ ફરિયાદ કરવી નથી, તેવી વાત કરી હતી.આથી સીટી બી. ડિવિઝન ના પી.આઈ. પી. પી. ઝા એ સમગ્ર મામલામાં ગંભીરતા લીધી હતી, અને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતી.તેઓ દ્વારા ભોગ બનનાર બાળક અને તેની માતાનું એકથી વધુ વખત કાઉન્સેલિંગ કરાવ્યું હતું, પરંતુ તેઓ ફરિયાદ કરવા માટે સહમત થયા ન હતા. આખરે સરકાર પક્ષે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી હતી, અને પીએસઆઇ કે. એન. જાડેજા જાતે ફરિયાદી બન્યા હતા, અને ચાર સગીર શખ્સ સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવા અંગે ગુન્હો નોંધ્યો છે.જે પૈકી બે સગીર આરોપી નો પતો મેળવી લેવાયો છે. અન્ય એક ની શોધખોળ ચાલુ છે, જ્યારે એક સગીર બાળક દેવભૂમિ દ્વારકા વિસ્તારનો હોવાથી તપાસનો દોર ત્યાં સુધી લંબાવ્યો છે. આ બનાવને લઈને ભારે ચકચાર જાગી છે.