જામનગરમાં પ્રણામી ટાઉનશીપમાં રહેતા એક એડવોકેટ ની પત્ની એ પતિ સાથેના ઝઘડા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ જૂન ૨૫, જામનગરમાં પ્રણામી ટાઉનશીપ વિસ્તાર માં રહેતા એક એડવોકેટ ની પત્નીએ ગઈકાલે ઘરની બહાર ફરવા જવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવ ની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મિલની ચાલી નજીક પ્રણામી ટાઉનશીપ શેરી નંબર -૬ માં રહેતા અને વકીલાત તરીકે નો વ્યવસાય કરતા એડવોકેટ દિપકભાઈ દામજીભાઈ કટારમર કે જેઓના પત્ની હીનલબેન દીપકભાઈ કટારમલે ગઈકાલે રાત્રે પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે એડવોકેટ દીપકભાઈ કટારમલે પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના પી.એસ.આઇ એલ. બી જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ પૂછપરછ માં એડવોકેટ દિપકભાઈ અને તેમના પત્ની હિનલબેન વચ્ચે સાથે ઘરની બહાર જવા બાબતે બોલા ચાલી થઈ હતી, જેનું મનમાં લાગી આવતાતાં પત્નીએ આપઘાત કરી લીધો છે જે મામલામાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.