જામનગર માં બિલ્ડર વિરૂધ્ધ ફેસબુક અને સોશ્યલ મીડીયામાં બદનામી કરતી બનાવટી સ્ટોરી વાયરલ કરી અને ખંડણી માંગવાના કેશમાં આરોપીની જામીન અરજી રદ કરતી નામદાર સેશન્સ કોર્ટ
- વિશાલ કણસાગરા નામના ફેસબુક આઈ.ડી.ઉપરથી ખોટી સ્ટોરી વાયરલ કરી અને ૫૦ લાખની ખંડણી માંગવામાં આવેલ
- આ વિશાલ કણસાગરા પોલીટીશ્યન અને મોટા ગજાના બિલ્ડરોના પણ વિદેશમાં બેસી અને ફેક વીડીયો બનાવી અને બદનામ કરતી રીલ્સ ફેરવે છે.
- બિલ્ડરને ફોન કરી અને પોતે ઓસ્ટ્રેલીયાથી આ બધુ ચલાવે છે અને પોલીસ ફરીયાદ કરવી હોય તો કરી દેજો તેવી પણ ધમકીઓ આપેલ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૩ જાન્યુઆરી ૨૬ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા સ્મિત જેન્તીભાઈ પરમારે તેમના વિરૂધ્ધ વિશાલ કણસાગરાએ તેમના ફેસબુક આઈ.ડી. ઉપરથી વાયરલ કરેલ રીલ્સ જોએલ તેમાં કરો તૈયારી મામેરાની રાજ કંન્ટ્રકશન સુમીત જેનતલાલ પરમાર, નીતીન જેન્તીલાલ પરમાર’ એવી પોસ્ટ વાયરલ કરેલ હોય, તે ધ્યાને આવેલ અને થોડા જ કલાકોમાં અન્ય આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્ટ એડીટીંગ રીલ્સ ‘ઝોન ચેનઝ સ્કેમ’ લખાણ લખેલ અને બિલ્ડર વાળા ફોટા જોએલ અને તે બાબતે પરષોતમભાઈ કણજારીયાનો સંપર્ક કરેલ, અને આ પરષોતમભાઈ પરમારે કહેલ કે, પતાવું હોય તો વિશાલ કણસાગરા નામની આઈ.ડી.ધારકને હું ઓળખું છું, અને તેઓ સાથે સૌસીયલ મીડીયામાં કોલથી તમારી વાતચીત કરાવી દઈશ, તેમ વાત કરી અને તેમને આ વિશાલ કણસાગરા સાથે તેમના ફેસબુક આઈ.ડી.માં ફોન કરેલ અને ફોન સ્પીકરમાં રાખી અને રેકર્ડ કરેલ કે, તમારે પતાવવું હોય તો ૫૦ લાખ આપવા પડશે, તેવી વાત કરેલ અને ફરીયાદીએ આટલી મોટી રકમ નથી તેમ જણાવેલ અંતે ૨૩ લાખ જુનાગઢ મોકલવાનું નકિક કરેલ, અને પાછળથી જાણવા મળેલ કે, આ વિશાલ કણસાગરા પોલીટીશ્યનો અને મોટા ગજાના બિલ્ડરોને આ રીતે આંટીમાં લઈ અને મોટી મોટી રકમનો તોડ કરે છે અને તેમાં આ પરષોતમભાઈ પરમાર અને અન્ય પણ સંડોવાયેલા છે.
ત્યારબાદ ફરી આ વિશાલ કણસાગરાના આઈ.ડી.ઉપર કોલ કરતા આ વિશાલ કણસાગરાએ કહેલ કે, તમારા સાથે વાત થયા મુજબ ૨૩ લાખ પરષોતમભાઈ પરમાર પાસે પહોંચાડી આપો અને જો પરષોતમભાઈ પરમાર જવાબદારી લેતા હોય તો હું પોસ્ટ ડીલીટ કરી નાખીશ, તેમ વાત કરેલ અને બીજા દિવસ ફરી આ વિશાલ કણસાગરાએ તેમના આઈ.ડી.માંથી ફોન કરેલ અને અન્ય પુરૂષના આવાજમાં ધમકી આપેલ કે, તમારા કાળા કૌભાંડનો ચીઠો મારી પાસે આવી ગયેલ છે, લેન્ડ ચેબીંગના ગુન્હામાં ફીટના થવું હોય તો તાત્કાલીક ૨૩ લાખ પરષોતમભાઈ પરમારને પહોંચાડી આપો નહીતર હું ગમે તેને ઉભો કરી અને લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરાવી નાખીશ, તેવી ધમકીઓ આપતા, આ બિલ્ડરના ધ્યાનમાં આવેલ કે, આ પરષોતમભાઈ જામનગરથી તમામ માહીતીઓ આ વિશાલ કણસાગરાને પહોંચાડી અને તેમને માહીતી પુરી પાડે છે અને સીધા સંડોવાયેલા છે, અને તેમની માહીતી ઉપરથી આ વિશાલ કણસાગરા વિદેશ બેસી અને આ રેકેટ ચલાવતા હોવાની હકિકત સામે આવતા, આ બિલ્ડર ધ્વારા જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિશાલ કણસાગરા અને પરષોતમભાઈ પરમાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ફરીયાદ નોંધાવેલ અને તેમાં પરપોતમભાઈ પરમારની અટક કરી અને જેલ હવાલે કરતા તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવેલ અને તેમાં દલીલો કરવામાં આવેલ કે, આ જે ગુન્હો છે, તેમાં આ પરષોતમભાઈને ખોટી રીતે સંડોવી દીધેલ છે, તેના સામે કોઈ જ ખંડણીના ચાર્જનો ગુન્હો બનતો નથી અને તેમને કોઈ જ ધમકીઓ આપેલ નથી અને તેમને કોઈ જ પૈસા માંગેલ નથી, જેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ, તેની સામે ફરીયાદ પક્ષે દલીલો થયેલ કે, આખા જામનગરમાંથી આ પરષોતમભાઈ પરમાર જ વિશાલ કણસાગરા સાથે સેટલ કરાવી શકે અને તેઓ પરષોતમભાઈ પરમાર જવાબદારી લે તો વાત પુરૂ થઈ ગઈ તેવા કોલ કરે છે,
આ પરષોતમભાઈ પરમાર જ જામનગરથી તમામ માહીતીઓ આ વિશાલભાઈને મોકલે છે અને તેના જ આધારે આ વિશાલભાઈ મોટા મોટા ગજાના બિલ્ડર અને પોલીટીશ્યનોને બદનામ કરે છે, તો આ પરષોતમભાઈ પરમારનો ગુન્હામાં મહત્વનો ભાગ છે, તેને જામીન મુક્ત કરવા જોઈએ નહી, આમ નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને વિશાલ કણસાગરાના મળતીયા પરષોતમભાઈ પરમારની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ, આ કેશમાં મુળ ફરીયાદી સ્મિત જેન્તીભાઈ પરમાર તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ , રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.


