જામનગર : પ લાખના ૨૪ લાખ લીધા બાદ પણ વ્યાજ અને મુદલની રકમની માંગણી માટે અસહ્ય ત્રાસ આપી ચેક લખાણો કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના કેસમાં આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરતી જામનગર કોર્ટ
-
ફરસાણના વેપારી પાસેથી આરોપીએ લાખો રૂપિયાનો માલ વ્યાજની રકમ પેટે જુટવી લઈ ગયા હોવાની પણ રાવ હતી
-
કોરા ચેકો પડાવી લઈ અને ૨૪ લાખનો ખોટો ચેક રીટર્ન કરાવી અને નોટીસ આપેલ હતી
-
વિદ્વાન ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ ની ધારદાર દલીલો અને લાંબા કાનૂની જંગ બાદ ઓરોની આગોતરા જામીન મુક્ત
-
હાથ ઉંછીના લીધેલા પૈસા પરત ન કરવા પડે તે માટે ખોટી ફરિયાદ ઉપજાવી કાઢેલ છે : એડવોકેટ :- રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યૂઝ તા . ૧૩ ઓગસ્ટ ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, રામેશ્વરનગર ખાતે વસવાટ કરતા સીધી વેપારી સુમીતભાઈ મહેશભાઈ પરવાણીએ આરોપી વિજયસીંહ પ્રભાતસીંહ જાડેજાઓ પાસેથી ધંધાના કામે જરૂરીયાત હોવાથી જે તે વખતે ૫ લાખની રકમ ૪ ટકાના વ્યાજે લીધેલ હતી, આરોપીને ફરીયાદી નિયમીત રીતે ૪ ટકા વ્યાજ ૨૦ માસ સુધી રૂા.૪,૦૦,૦૦૦/- જેટલું ચુકવી આપેલ હતું, અને આરોપી ફરીયાદીની દુકાનેથી જથ્થાબંધ માલ લઈ જતા અને તે વ્યાજ ખાતે જમાં લેતા હતા, ત્યારબાદ ફરીયાદીની આર્થીક સ્થિતી ખરાબ થઈ જતાં તેમના દ્રારા પૈસા આરોપીને વ્યાજની રકમ આપવામાં વહેલા મોડું થતું તો આરોપી તેમની દુકાને આવી અને માથાકુટ કરતા
અપશબ્દો બોલતા અને અપમાનીત કરતા, ત્યારબાદ ફરીયાદીએ તેમના પાસેથી માલ અને વ્યાજની રકમ બાબતે હિસાબ કરાવતા તેઓએ આરોપીને માલ રોકડ સહીત કુલ ૧૫ લાખની રકમ ચુકવી દીધેલ હોવાના હીસાબો રજુ કરેલ, તે આરોપીએ માન્ય ન રાખી અને અહય દુ:ખ, ત્રાસ આપી અને ચેકો પડાવી લીધેલ અને લખાણ કરાવી લીધેલ, ત્યારબાદ આરોપીએ આ ચેકનો દુરૂપયોગ કરી રીટર્ન કરાવી અને ચેક રીટર્નનની નોટીસ પણ આપેલ અને ત્યારબાદ આરોપીએ ફરીયાદીના ઘરે અને ધંધાના સ્થળે રોજબરોજ આવી અને તકરાર કરતા માથાકુટ કરતા અને જેમફાવે તેમ વર્તન કરતા અને તેમના ઉપર અત્યંત દુ:ખ,ત્રાસ આપેલ અને ૨૪ લાખ નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ,
તે બાબતની ફરીયાદી આરોપી સામે ફરીયાદીએ જાહેર કરતા, આ આરોપી વિજયસીંહ ધ્વારા નામ.અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ તેમાં પોલીસ તરફે લેખીતમાં અને સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, એફ.આઈ.આર.માં ફરીયાદીનું નામ છે, ફરીયાદી ઉપર ખુબજ દુઃખ,ત્રાસ આપેલ અને જુલમ કરેલ છે, તેવા સચોટ પુરાવા છે, આરોપીએ લાયસન્સ વગર મોટી પઠાણી ઉધરાણી કરી અને રાક્ષસી વ્યાજ વસુલ કરેલ છે, ફરીયાદીને ધમકાવી અને દુકાનમાંથી લાખો રૂપિયાની ચીજ વસ્તુ લઈ ગયેલ છે, તે એક પ્રકારની લુંટ જ ગણાય અને આરોપી ગુન્હો દાખલ થયા બાદ નાશતા ફરે છે, આરોપી ખુબજ માથાભારે છે અને સાક્ષી પુરાવા સાથે ચેડા કરશે, અને ડરાવી ધમકાવી અને ફરીયાદી સાથે સમાધાન કરાવડાવી અને ખોટા સોગંદનામાઓ કરે કરાવે તેમ છે, જેથી આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે ધારદાર દલીલો કરવામાં આવેલ કે, સમગ્ર વ્યવહાર આર્થીક વ્યવહાર છે અને જે રકમ આપેલ છે તે કોઈ વ્યાજની રકમ નથી, તેને માત્ર અને માત્ર મદદરૂપ થવા માટે હાથ ઉછીની રકમ આપેલ અને આ પ્રકારની ખોટી ફરીયાદમાં આરોપીને સંડોવી દઈ અને હાથ ઉછીની રકમ લીધેલ છે,
તે પરત ન આપવી પડે જેથી ખોટી ફરીયાદ કરે છે, માટે આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, તેમ દલીલો કરવામાં આવેલ, આમ તમામ દલીલો ધ્યાને લઈ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી વિજયસીંહ પ્રભાતસીંહ જાડેજાને નામ.અદાલતે આગોતરા જામીન ઉપર મુક્ત કરેલ આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.


