જામનગરના ચકચારી એવા કરોડો રૂપિયાની મિલકત બાબતે ગુનાહિત કાવતરું કરી પતિ-પત્ની પર જીવલેણ હુમલો કરવાના કેસમાં આરોપીને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૯ એપ્રિલ, ૨૫ કેસની હકીકત એવી હતી કે, આ કામના ફરીયાદી વેજાનંદ ઉર્ફે હરદાસભાઈ કાનાભાઈ કંડોરીયા દ્રારા તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ ટૂંકમાં એ મતલબની ફરિયાદ નોધાવેલ કે,આ કામના ફરિયાદીએ જામનગરમાં સક્ષમ કોલોનીમાં આવેલ હરી વલ્લભ ટાવર ૧ માં આવેલ ફ્લેટ નં. ૨૦૩ અને ૨૦૪ બે ફ્લેટ આ કામના આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજિયા પાસેથી 30-30 લાખમાં રોકડેથી લીધેલ હોય જે બંને ફ્લેટો પર પરબતભાઈ કાનાભાઈ ગોજિયાએ લોનો લીધેલ હોય જે ફરિયાદી દ્વારા ભરપાઈ કરી આપવાનું કહેતા હોય જે પરબતભાઈ કાનાભાઈ ગોજિયાએ લોનની રકમ ભરેલ ન હોય જેથી ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં પરબતભાઈ કાનાભાઈ ગોજિયા અને તેમના પત્ની વિરુદ્ધ અરજી કરતાં તેનો ખાર રાખી ફરિયાદી અને તેમના પત્ની નાઘેડી પાટિયા પાસે રામેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવતા ત્રણ અજાણ્યા ઇસમો એકસંપ થઈ લોખંડના પાઈપ જેવા હથિયાર ધારણ કરી ફરિયાદીનું મોટર સાઇકલ રોકી ડાબા પગમાં તથા જમણા હાથમાં ફ્રેકચર કરી ગંભીર ઇજાઓ કરી તથા તેમની પત્નીને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી હાથ તથા શરીરે લોખંડના પાઇપ વળે ઇજાઓ કરેલ હોય જે મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.જેથી ફરીયાદના અનુસંધાને આરોપીઓ વિરુદ્ધ સિક્કા પોલીસ દ્વારા BNS ની કલમ-૧૦૯(૧), ૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૫૪ અને જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) મુજબનો ગુન્હો નોધેલ, જેના અનુસંધાને પોલીસ દ્રારા ફરિયાદ રજીસ્ટ્રરે લઈ આરોપીઓ વિરુદ્ધ ઉપરોક્ત મુજબનો ગુન્હો નોંધી તપાસ કરતાં એવું ખુલવા પામેલ હતું કે, પરબતભાઈ કાનાભાઈ ગોજિયાને ફરિયાદી પાસેથી જામનગરમાં આવેલ પ્લોટ લેવાનો હોય અને તેની સામે ફરિયાદમાં જણાવેલ ફ્લેટ આપવાના હોય પરંતુ ફરિયાદી સદરહુ પ્લોટ પરબતભાઈ કાનાભાઈ ગોજિયાના નામે કરી ન કરી આપતા હોય જેનું મન-દુખ રાખી આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજિયા દ્વારા ઇમરાનભાઈ મામદભાઈ ખફી, પોલા બેરા, સાહિલ ખફી, આયદાન ગઢવી અને હિરેન વકાતરનાઓને ફરિયાદીના પ્લોટ ખાલી કરાવવા માટે ૧૦% ભાગ આપવાના હોય અને ફરિયાદીને રસ્તામાથી હટાવી દેવાની વાત કરેલ હોય જેથી આરોપીઓ દ્વારા પ્રથમથી જ ગુનાહિત કાવતરું રેચલ હોય જેથી તપાસ દરમ્યાન BNS ની કલમ ૬૧(૨)(એ) નો ઉમેરો કરવામાં આવ્યો હતો.
તપાસમાં એમ પણ ખુલવા પામેલ હતું કે આ આરોપીને ભગાડવામાં મુખ્ય આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજિયાના પુત્ર વિપુલભાઈ ગોજિયાએ મદદ કરેલ હોય અને આરોપી ઇમરાનભાઈ મામદભાઈ ખફી ના કહેવાથી વિપુલભાઈ પરબતભાઈ ગોજિયાએ બેન્ક એકાઉન્ટમાં પૈસા મોકલીને આર્થિક મદદ કરેલ હતી. જેથી વિપુલભાઈ પરબતભાઈ ગોજિયાની તા.૧૨/૦૪/૨૦૨૫ ના રોજ ધડપકડ કરેલ હતી.
જેથી આરોપી વિપુલભાઈ પરબતભાઈ ગોજિયા દ્રારા તેમના વકીલ મારફતે નામદાર જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હોય, આરોપીઓના વકીલ ની લંબાણ પૂર્વક દલીલો થયેલ હોય જેમાં નામદાર સેશન્સ કોર્ટે દ્રારા શરતોને આધીન રૂપિયા એક લાખના સાર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હોય ઉપરોક્ત કામે આરોપીઓ તરફે જામનગરના ધારાશાસ્ત્રીશ્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ પી . ઝાલા, તથા કેયૂર કે. અજુડિયા રોકાયેલા હતા.