સિક્કા ગામના અતી ચકચારી સગીરાના બળાત્કાર કેસમાં આરોપી ”નિર્દોષ” સ્પેશલ પોકસો કોર્ટ નો હુકમ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ ઓક્ટોબર ૨૫ આ બનાવની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ભોગ બનનારે કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ પોતાની મરજી વિરૂધ્ધ બળજબરીથી અલગ અલગ જગ્યાએ ભોગબનાર પર એકથી વધુ વખત બળાત્કાર ગુજારેલ ના આક્ષેપો સાથે સિકકા પોલીસ સ્ટેશન માં પોકસો એકટ ની કલમ-૪,૬ તથા આઈ.પી.સી ની કલમ-૩૭૬(૨) (એન) ,૫૦૬ ,૫૦૬ (૨) ,૩૨૩ ,૩૬૩, ૧૧૪ તથા એટ્રો સીટી એકટ ની કલમ-૩(૨)(૫) મુજબ ગુનો દાખલ થતાં સતાર અજીજ ખીમાણી સહીતના પાંચ આરોપીઓ ની ધોરણસર અટક કરેલ ત્યારબાદ તપાસકરનાર અધિકારી દ્વારા પુરાવા એકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરી હતી
ઉપરોકત પોકસો કેસ ચાલી જતા ફરીયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને આરોપી સતાર અજીજભાઈ ખીમાણી તરફે તેમના વકીલ અશોક એચ.જોશી તરફે આરોપી તદન નિદોષ છે કોઈ જ ગુનો કરેલ નથી તેના સમર્થનમાં વિશેષ દલીલો કરેલ આમ બન્ને પક્ષોની દલીલો સાંભવ્યા પછી જામનગર ના મહે. સ્પે.પોકસો કોર્ટ દ્વારા આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સતાર અજીજભાઈ ખીમાણી નાઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે. આરોપી સતાર અજીજભાઈ ખીમાણી તરફથી વકીલ અશોક, એચ. જોશી, મોહસીન એચ.ખારા , પ્રદિપ પી. મકવાણા, સાહીદ એચ.રૂન્જા, જયોતિ બી. પરમાર રોકાયેલ હતા.


