જામનગરમાં પ્રેમ પ્રકરણમાં યુવાનનુ અપહરણ કરી ઢોર મારમારી ફેંકી દેવાયો

0
7

જામનગરના એક યુવાનનું પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયો : ૧૦૮ ની ટીમે સારવારમાં ખસેડ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૭ મે ૨૫, જામનગરમાં રહેતા આશિષ રાણાભાઇ અસવાર નામના ૨૧ વર્ષની વયના એક યુવાનનું કોઈ શખ્સો દ્વારા પ્રેમ પ્રકરણના કારણે અપહરણ કરાયું હતું, અને કનસુમરા પાસે અવાવરૂ સ્થળે લઈ જઇ તેને ઢોર મારવામાં આવ્યો હતો, અને ત્યાં જ ફેંકી દેવાયો હતો.જે બનાવવાની મોડેથી ૧૦૮ની ટીમને જાણ કરાતાં ૧૦૮ ની ટુકડી બનાવના સ્થળે પહોંચી ગઈ હતી, અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ ટુકડી દોડતી થઈ છે, અને સમગ્ર બનાવ મામલે ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.