જામનગર શહેરના એક યુવાને માતાનું સ્વાસ્થય સારું થવા માટે અનોખી અને જટિલ માનતા રાખી

0
44

જામનગર શહેરના એક યુવાને માતાનું સ્વાસ્થય સારું થવા માટે અનોખી અને જટિલ માનતા રાખી

  • પોતાના બીમાર રહેતા માતા માટે સવા મણની સાંકળ શરીરે બાંધી કચ્છ માતાના મઢે યુવાન પગપાળા રવાના થયો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૫, આજના વર્તમાન સમયમાં સંતાનો પોતાના માતા-પિતાને સાથે રાખવા પણ | તૈયાર નથી, અને વૃધ્ધાશ્રમમાં મોકલી દેતાં હોય છે, ત્યારે જામનગરના એક યુવાને બીમાર માતા સ્વસ્થ થઈ જતાં સવા મણની લોખંડની સાંકળ શરીરે બાંધીને કચ્છ માતાના મઢે પગપાળા માનતા પુરી કરવા માટે નિકળ્યા છે.

જામનગર શહેરમાંથી દર વર્ષે કચ્છ માતાના મઢે દર્શન કરવા પદયાત્રીઓના જુદા જુદા સંઘ નિકળે છે. જેમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ જોડાય છે. નવરાત્રીના દિવસોમાં કચ્છ આશાપુરા માતાજીના દર્શન માટે ઉપડેલા પદયાત્રીઓ પહોંચે છે. ત્યારે આ વર્ષે પણ રાહુલ બારોટ નામના યુવાને શરીરે ૨૫ કીલો લોખંડની સાંકળ બાંધીને માતાના મઢે માનતા પુરી કરવા માટે પગપાળા જવા માટે રવાના થયો છે. તેણે જણાવ્યું હતું કે, તેઓની માતા બીમાર રહેતા હોવાથી તેઓ સ્વસ્થ થઈ જાય તો માતાના મઢે પગપાળા સાંકળ બાંધીને જવાની માનતા કરી હતી.

શરીરે સવા મણની લોખંડની સાંકળ બાંધી બીમાર માતાના સ્વાસ્થય માટેની માનતા પુરી કરવા માટે કચ્છ માતાના મઢે જવા નિકળ્યો છું. મારી સાથે સંઘના તેમજ મારા મિત્ર વર્તુળ પણ સાથે જોડાય છે.