જામનગર માં ત્રણ બત્તી નજીક એક હોટલમાં ઉતરેલા પરપ્રાંતિય યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ મે ૨૫, મૂળ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના આજમાબાદનો વતની નંદકિશોર રઘુવીરસિંગ નામનો ૨૪ વર્ષનો પરપ્રાંતિય યુવાન કે જે જામનગરમાં ત્રણ બત્તી નજીક ના વિસ્તારમાં આવેલા પેનોરમા કોમ્પ્લેક્સ માં હાર્મની હોટલના રૂમ નંબર ૨૦૭ માં ઉતર્યો હતો. જ્યાં ગઈકાલે તેણે કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં લૂંગી બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે હોટલના મેનેજર વિજયભાઈ પોલાભાઈએ પોલીસને જાણ કરતાં સીટીવલ બી. ડિવિઝનના પી.એસ.આઇ કે. એન. જાડેજા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પરપ્રાંતિય યુવાનના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.