જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતી એક મહિલાનું બકરીને ચારો આપતી વેળાએ ઝેરી જાનવર કરડી જતા અપમૃત્યુ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪,નવેમ્બર ૨૫ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ગઢકડા ગામમાં રહેતી રહેમતબેન ઈરફાનભાઇ નામની ૪૩ વર્ષની સંધિ જ્ઞાતિની મહિલા ગઈકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી તેમની બકરીઓને ઘાસ ચારો દેવા માટે પોતાની વાડીના શેઢે ગઈ હતી. જે દરમિયાન તેણીને કોઈ ઝેરી જાનવર કરડી જતાં વિપરિત અસર થઈ હતી, અને બેશુદ્ધ બની હતી.
જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબો દ્વારા ઝેરી અસર થવાના કારણે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું, આ બનાવ અંગે મૃતકના પતિ ઈરફાનભાઇ ઉમરભાઈ સંધિએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા બનાવના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગયા હતા, અને રહેમતબેન ના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.


