જામનગર જીલ્લામાં ટ્રેકટરની ટ્રોલી ની ચોરી કરનાર તસ્કર બેલડી એલ.સી. બી. ના સકંજામાં: ૧૪ ચોરીઓનો ભેદ ઉકેલાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ઓક્ટોબર ૨૪ જામનગર જિલ્લામાં જુદા જુદા ૧૪ જેટલા સ્થળોએ થી છેલ્લા એકાદ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ જેટલા ટ્રેક્ટરની ટ્રોલીની ઉઠાંતરી થઈ ગઈ હતી, જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ એલસીબી ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના અંતે તસ્કર બેલડીને સકંજામાં લઈ લીધી છે, અને કુલ ૧૪ જેટલી ટ્રેક્ટર ટ્રોલીની ચોરીના ભેદ ઉકેલાઈ ગયા છે.
જામનગર-લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમના પેટ્રોલીંગ ,દરમ્યાન સંયુકત રીતે બાતમીદારોથી હકિકત મળલી કે, જામનગર જીલ્લાના લાલપુર,જામજોધપુર, શેઠ વડાળા, કાલાવડ પંચ-એ તથા પંચ બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તાર ના ગામડામા દોઢેક વર્ષના સમય ગાળા દરમ્યાન ટ્રેકટર તથા ટ્રોલી (લારી) ચોરીના બનાવ બનેલાં છે.જે ચોરી ઘેલુભા નારૂભા જેઠવા અને અરશીભાઈ પુંજાભાઈ કંડોરીયા એ સાથે મળી કરેલી છે.
જે બન્ને હાલે ચોરી કરવા માટે લાલપુર બાયપાસ થી દરેડ જતા પુલીયા પાસે રોડ ઉપર મળી ઉભેલ છે. જે બાતમી આધારે બન્નેને પકડી વિશ્વાસમા લઇ પુછપરછ કરતાં તેઓએ દોઢ વર્ષના સમયગાળા દરમિયાન ૧૪ જેટલી ટ્રેકટર ની ટ્રોલી ની ચોરી કરી લીધાની કબુલાત આપી હતી.
હેપી ની ટીમ દ્વારા બંનેની અટકાયત કરી લેવામાં આવી છે અને તેને ચોરી કરેલી ટ્રોલી સહિતનો મોઢાવાળા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની વધુ તપાસ પંચ એ ડિવિઝન પોલીસના તકમાં દેવામાં આવી છે જે બંનેને રિમાન્ડ પર લેવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બન્ને આરોપીઓનો ચોરી કરવાનો નુસખો
એલસીબી ની ટુકડીએ પકડેલા બંન્ને આરોપીઓ ભેગા મળી પોતાના મોટર સાયકલમા જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમા ટ્રેકટર/ટ્રોલી (લારી) ની ચોરી કરવા સારૂ દિવસ દરમ્યાન રેકી કરતા હતા, અને દિવસ દરમ્યાન આરોપીઓને કોઇ ટ્રેકટર કે ટ્રોલી ખુલ્લા ખેતરોમા કે લોકોની અવર જવર ન હોય તેવી જગ્યાએ જોવા મળે તો રાત્રીના સમયે કોઇ વ્યકિત પાસેથી ટ્રેકટર મેળવી તે ટ્રેકટર વડે ટ્રોલીઓની ચોરીઓ કરતા હતા, અને આજુબાજુના ખેડુતોને આ ટ્રેકટરની ટ્રોલીના કાગળો પછી આપીશુ તેમ જણાવી વેચાણ કરતા હતા,
આમ મજકુર બન્ને ઇસમોને પકડી પાડી જામનગર અલગ અલગ પોલીસ સ્ટેશના ૧૪ ટ્રેકટર/ટ્રોલી (લારી) ચોરીઓના ગુનાઓનો ભેદ ઉકેલવામા આવ્યો છે.