જામનગરમાં ફીટ ઈન્ડિયાના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે છ કીલોમીટરની દોડ યોજાશે

0
997

જામનગરમાં ફીટ ઈન્ડિયા અને હર ઘર સ્વદેશી -ઘર ઘર સ્વદેશી ના નારા સાથે નવા ફ્લાય ઓવર ઉપર કાલે છ કીલોમીટર ની દોડ યોજાશે

  • આવતીકાલે રવિવારે પોલીસ હેડક્વાર્ટરથી રોઝી પોર્ટ રોડ ઉપર ૧૦ અને ૨૫ કી.મી. સાયકલીંગની ઈવેન્ટ પણ યોજાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ ડિસેમ્બર ૨૫, ફીટ ઈન્ડિયા અને હર પર સ્વદેશી-ઘર ઘર સ્વદેશીના નારા સાથે જામનગરવાસીઓ માટે આવતી કાલે તા.૧૩ ના શનિવારે નવા બનેલા ફલાયઓવર ઉપર મેરેથોન અને તા.૧૪ના રવિવારે પોલીસ હેડક્વાર્ટરથી વાલસુરા રોડ ઉપર બે સાયકલીંગ ઈવેન્ટનું આયોજન મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દોડમાં ૧૭૦૦ લોકોએ અને સાયકલીંગમાં ૨ હજાર લોકોએ ઓન લાઈન નામો નોંધાવીને ઈવેન્ટસમાં ભાગ લઈને તંત્રને બહોળો પ્રતિસાદ આપ્યો છે.

દોડ અને સાયકલીંગની બે ઈવેન્ટોમાં ભાગ લેનારા તમામને એક ટોકન અપાશે. જે મતપેટીની જેમ પારદર્શક પેટીમાં નાંખીને ડ્રો કરીને દોડના ૧૦ ખેલાડી, ૧૦ કી.મી. સાયલીંગના ૧૦ ખેલાડીને સાદી સાયકલ અને ૨૫ કીલોમીટરના ૧૦ સાયકલીસ્ટોને આધુનિક ગિયરવાળી મોંઘી સાયકલો ભેટ અપાશે. જેના સ્પોન્સર્સ સામે આવ્યા છે.મ્યુનિસીપલ કોર્પોરેશનના બંને આયોજનો અંગે માહિતી આપતા મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી અને ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની સુચના મુજબ હર ઘર સ્વેદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત છ કીલોમીટરની મેરેથોન (દોડ) શનિવારે સવારે ૬:૩૦ વાગ્યે ઈન્દીરા માર્ગ પરના ઓશવાળ સેન્ટર નજીકની ઓશવાળ એકેડમીથી થરુ થશે. જેમાં ભાગ લેનારા લોકોએ ફલાય ઓવર ઉપર ચડીને બીજા છેડે સુભાષ બ્રિજ પાસેથી ફરી ફલાય ઓવર ઉપરથી જ એક કલાકમાં પરત આવવાનું રહેશે.આ ઈવેન્ટ બાદ રવિવારે તા.૧૪મીએ પોલીસ હેડ ક્વાર્ટર ખાતેથી ૧૦ કીલોમીટર અને ૨૫ કીલોમીટરની સાયકલીંગ ઈવેન્ટ પણ યોજાઈ છે. ૨૫ કી.મી.માં ભાગ લેનારાઓએ પોલીસ હેડક્વાર્ટરથી નીકળીને બેડી રોડ વાલસુરા થઈ રોજીપોર્ટના ગેઇટ પાસે બે કલાકમાં પરત આવવાનું રહેશે, જ્યારે ૧૦ કિ.મી. માટે આજ રોડ ઉપરથી એક કલાકમાં પરત આવવાનું રહેશે. બંને દિવસોની ઇવેન્ટ માં ઉત્સાહભેર ભાગ લેનારા શહેરીજનો ના પ્રતિસાદ ને મનપાના પદાધિકારીએ બિરદાવ્યા છે, ઉપરાંત તંત્ર દ્વારા દોડ અને સાઇકલ લિગમાં નામ નોંધાવનારા પ્રથમ ૭૦૦ લોકોને વીના મૂલ્ય ટીશર્ટ પણ આપવામાં આવશે.