જામનગરમાં કાશી વિશ્વનાથ રોડ પરથી એક સિક્યુરિટી ગાર્ડ ઈંગ્લીશ દારૂ સાથે પકડાયો
-
ગોરધન પરના પાટીયે ડબલ સવારી બાઈકમાં નીકળેલા બે શખ્સો ઇંગ્લિશ દારૂ સાથે પકડાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ઓગસ્ટ ર૫, જામનગરના હાપા વિસ્તારમાં રહેતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો રુદ્ર ઉર્ફે કાનો રાજુભાઈ પરમાર નામનો શખ્સ ગઈકાલે કાશી વિશ્વનાથ રોડ પરથી ઇંગ્લિશ દારૂ સાથે નીકળતાં સીટી બી. ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલી કબજે કરી છે.
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધન પર ના પાટીયા પાસેથી ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા પ્રવીણ દેવાણંદભાઈ ગઢવી તેમજ સાજણ રાણાભાઇ ગઢવીને પોલીસે ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ચાર નંગ ઇંગ્લિશ દારૂની બાટલી તેમ જ બાઈક અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે.


