જામનગરમાં રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગ રૂપે ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

0
1043

રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણીના ભાગરૂપે જામનગરમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો

  • આ દોડમાં મહાનુભાવો, પદાધિકારીઓ, હોમગાર્ડ્સ યુનિટ, વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર સહભાગી થયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૨૯ ઓક્ટોબર ૨૪, દેશમાં દર વર્ષે તા.૩૧ ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજ રોજ જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શહેરના રણમલ તળાવ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેયરશ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયરશ્રી ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી નિલેશભાઈ કગથરા, ધારાસભ્યશ્રી દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા કલેક્ટરશ્રી બી.કે.પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી ડી.એન.મોદી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી ઝાલા, કોર્પોરેટરશ્રી કિશનભાઈ માડમ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ દોડમાં જામનગર જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટશ્રી જી.એલ.સરવૈયા, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી બી.જે.રાવલિયા, જામનગર જિલ્લા પોલીસ, એન.સી.સી.કેડેટ્સ, હોમગાર્ડ્સ યુનીટ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, શહેરીજનો વગેરે ઉત્સાહભેર સહભાગી થયા હતા.આ દોડ રણમલ તળાવ ગેઇટ નં.1 ના પાર્કિંગથી શ્યામજી કૃષ્ણવર્મા સ્ટેચ્યુથી મયુર મેડિકલ થઈ લેઉઆ પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી. જ્યાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા શપથ લીધા હતા.