જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર એક રીક્ષા ચાલક પકડાયો
-
પંચકોશી-એ ડિવિઝનના ASI નિર્મળસિંહ જાડેજા , કાસમભાઈ બ્લોચ અને હરદેવસિંહ ઝાલાની ખાનગી બાતમી
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૬, જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ફલ્લા હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલી એક રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી મોડી રાત્રે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
જે વોચ દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી નો વતની મનીષ યોગેશભાઈ મીનામાં નામનો રીક્ષાચાલક ત્યાંથી પસાર થતાં તેની રીક્ષા અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન જીજે -૧૧ યુ. ૨૫૯૫ નંબરની રિક્ષામાં કુલ ૧૪૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતની સીએનજી રીક્ષા અને ૭૭,૦૦૦ નો ઇંગલિશ દારૂ સહિતનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે. અને રીક્ષા ચાલકની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.


