જામનગર જિલ્લા જેલ માં આજીવન કેદની સજા ભોગવતા કેદીને મુક્ત કરાયો

0
13588

જામનગરની જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા એક કેદીને સારી વર્તુણુક બદલ જેલ મુક્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ  જામનગર તા ૧૫ ઓગસ્ટ ૨૪, ગુજરાત રાજ્ય ની જેલ ના પોલીસ મહનિર્દેશક ડો.કે.એલ.એન.રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોઈ અને જેલમાં સારી વર્તણુક ધરાવતા કેદીઓને વહેલી તકે માફી મળે, તે માટેના હકારાત્મક પ્રયત્નો થકી ૧૫ ઓગસ્ટ ના રોજ ગૃહ વિભાગ, ગુજરાત સરકારશ્રીના આદેશોનુસાર જામનગર જીલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી મનોજ નાનજીભાઈ રાઠોડ ને બી.એન.એસ.એસ.૨૦૨૩ ની કલમ ૪૭૩ હેઠળ બાકીની સજા માફ કરી વહેલી જેલ મુકિત ઉપર છોડવાનો હુકમ કરાયો હતો.આ કેદીને શરતોને આધિન જેલ મુકત કરેલાં છે. તેમજ તેમના જેલ જીવનના અનુભવો રેકોર્ડીંગ કરવામાં આવેલા છે, તથા તેઓને ફુલહાર કરી મોં મીંઠુ કરાવી ધાર્મિક પુસ્તકો તેમજ પોતાની પોસ્ટ ની પાસબુક આપી સમાજમાં પુન:સ્થાપનની શુભેચ્છાઓ પાઠવી જેલ મુક્ત કરવામાં આવ્યા છે.