જામનગરના ધ્રોલ માંથી ૧૯ વર્ષ ની યુવતી ગુમ થતા પોલીસ માં ગુમ નોંધ કરાવાઈ

0
9036

ધ્રોલ માંથી ૧૯ વર્ષ ની યુવતી ગુમ થતા પોલીસ માં ગુમ નોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૬ ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લા ના ધ્રોલ માં રહેતી ૧૯ વર્ષ ની યુવતી ગુમ થતા તેણી ની માતા એ ધ્રોલ પોલીસ માં પોતા ની પુત્રી ના ગુમ થવા અંગે ની નોંધ કરાવી છે.ધ્રોલ માં ફૂલવાડી રોડ ,ખાટકી વાસ વિસ્તાર માં રહેતી અલજીનાબાનુ રજાકભાઈ કોચેલીયા નામ ની ૧૯ વર્ષ ની યુવતી ગત તા. ૧૧/૮/૨૫ ના બપોરના પોતાના ઘરે થી નીકળ્યા પછી આજ સુધી પરત ફરી નથી આ અંગે તેણી ના માતા નજમાબેન રજાકભાઈ કોચલિયા એ પોલીસ માં જાણ કરી છે.જેથી એ એસ આઈ .ડી.જે ગાગિયા એ તપાસ શરૂ કરી છે.