કલ્યાણપુર તાલુકાના માળી ગામનો શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

0
1665

કલ્યાણપુર તાલુકાના માળી ગામનો ગઢવી શખ્સ દેશી તમંચા સાથે ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ ફેબ્રુઆરી ૨૩ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ગુના શોધક શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત હેડ કોન્સ્ટેબલ જેસલસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના માળી ગામે રહેતા રણમલ જીવણ જામ નામના ગઢવી શખ્સને દેશી બનાવટના તમંચા જેવા હથિયાર ઉપરાંત સાત નંગ ખાલી કેપ સાથે ઝડપી લીધો હતો.

આ પ્રકરણમાં પોલીસે રૂપિયા 5,000 ની કિંમતના હથિયાર સહિતના મુદ્દામાલ સાથે રણમલ જીવણ જામની અટકાયત કરી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ અર્થે તેનો કબજો કલ્યાણપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કૃષ્ણપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, જેસલસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સચિનભાઈ નકુમ તથા હસમુખભાઈ કટારા દ્વારા કરવામાં આવી હતી.