જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બોલેરો પિકપ વેન અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવાનનું અંતરીયાળ મૃત્યુ: જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૨ ઓગસ્ટ ૨પ, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે હિટ એન્ડ રનના બનાવવામાં બોલેરો માં બેઠેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું છે, જયારે ખાનગી લક્ઝરી બસની ઠોકરમાં જીપમાં બેઠેલા અન્ય બે યુવાનો ઘાયલ થયા છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે. કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી ગામના પાટીયા પાસે આજે સવારે ૮.૩૦ વાગ્યાના અરસામાં એક બોલેરો પીકપ વેન ને પાછળથી આવી રહેલી ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બોલેરો જીપની અંદર બેઠેલા મોટી ખાવડી ગામના જીતેન્દ્ર નાથાભાઈ નામના કોળી જ્ઞાતિના ૩૬ વર્ષ ના એક યુવાનનું ઘટના સ્થળેજ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની સાથે બોલિરો માં બેઠેલા દીપક ચંદુભાઈ તેમજ રાહુલભાઈભાઈ ચંદ્રવડીયા જે બંને યુવાનોને ઈજા થઈ હોવાથી સાતવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતાં પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરીટભાઈ બાબરીયા અને રાઇટર કિરણભાઈ બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.આ અકસ્માતના બનાવને લઈને મોટી ખાવડી પાસેથી વાહન વ્યવહાર અવરોધાયો થયો હતો, અને ટ્રાફિક જામની સમસ્યાઓ થઈ હતી. પડાણા પોલીસે બનાવ ના સ્થળે દોડી જઇ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો, જયારે બસ ચાલક સામે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.