સૌરાષ્ટ્ર પંથકમાં મંદિરો ને નિશાન બનાવતી ચાર શખ્સો ની ચંડાળ ચોકડી ઝડપાઇ : ૬ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩ સપ્ટેમ્બર ૨૫, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં મંદિરોને નિશાન બનાવતી ચાર શખ્સોની ચંડાળ ચોકડીને જામનગરની એલસીબી શાખાની ટુકડીએ ઝડપી લીધી છે. જેઓએ કુલ છ મંદિરોને નિશાન બનાવીને ચોરી કરી લીધી હોવાનું સામે આવ્યું છે.જમનગરની એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેકટર વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા .પી.એન. મોરી તથા અન્ય સ્ટાફ ધ્વારા જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા મંદિર ચોરીના વણશોધાયેલ ગુના શોઘી કાઢવા અંગે,જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,વણશોધાયેલ ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.
દરમિયાન તેઓને હકિકત મળેલ કે, જામનગર જીલ્લા તથા અન્ય જીલ્લામા રાત્રી દરમ્યાન સીમ વિસ્તાર આવેલ મંદિરોને ટારગેટ કરી ચોરીને અંજામ આપના ઇસમો લાલપુર તાલુકાના ગંગાવાવ આશ્રમ પાસે રોડ ઉપર મંદિર ચોરીને અંજામ આપનાર ચાર ઇસમો સ્વીફટ કાર તથા બે મો.સા. સ્પ્લેન્ડર મા લઇ ચોરી કરેલ ચાંદી તથા ધાતુના છતરો, મુગટ વગેરે સગેવગે કરવાની પેરવી કરી રહયા છે.
જે હકીકત આધારે (૧) નાથાભાઇ વીરાભાઇ ખરા ઉ.વ.૨૭, ખોડિયારનગર ઘઉંના ગોડાઉન ની પાછળ દરેડ ગામ તા.જામનગર. (૨) રવિભાઇ વીરાભાઇ ખરા ઉ.વ. ધંધો મંજૂરી રહે. ખોડીયાર નગર શંકરના મંદિરની પાછળ દરેડ ગામ તા.જામનગર, (૩) ખોડાભાઇ ઉર્ફ ભરત માનસૂરભાઈ ખરા ઉ.વ.૩૩ ધંધો મંજૂરી રહે. માધવ સોસાયટી દરેડ ગામ તા.જામનગર અને (૪) ખીમાભાઇ પુંજાભાઇ રાઠોડ ઉ.વ.૪૨ ધંધો કડિયાકામ રહે.ઠેબા ચોકડી પાસે તા. જી.જામનગર મુળ રહે. શેઠ વડાળા ને પકડી પાડી મજકુર ઇસમના કબ્જા હેઠળની ચોરીમા ગયેલ, ચાંદીના દાગીના તથા અન્ય મુદામાલ મળી આવતા કબ્જે કરી લીધો હતો.
જ્યારે તેના એક સાગરીત નાથાભાઈ હીરાભાઈ સાગઠીયા રહે.બાધલા ગામ તા.લાલપુર ને ફરારી જાહેર કર્યો છે, અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.ઉપરોક્ત આરોપીઓએ ગલ્લા ગામમા આવેલ ’’ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરી કરી હતી.જે ચોરી ના જર્મન સીલ્વર ધાતુ છતર -૪ કિ.રૂ.૨૪૦૦/- કબ્જે કર્યા છે.તેમજ લાલપુરના ખટીયા ગામમા આવેલ ’’કોટેશ્વર મહાદેવ ના મંદિર ’’ માથી ચોરી કરી હતી, જે જર્મન સીલ્વર ધાતુ છતર -૧ કિ.રૂ.૧૮૦૦ નું કબ્જે કરેલ છે.
જ્યારે જગા ગામમા આવેલ ’’રામાપીર ના મંદિરમાં ચોરી કરી હતી, તે મંદિરના ચાંદીના છતર-૨ તથા ચાંદીના પગલા જોડી-૧ કિ.રૂ.૩૦,૦૦૦ કબ્જે કરેલ છે. અને ભાયાવદર માં આવેલા ખોડીયાર માતાજીના મંદીરમા ચોરી કર્યાનું તેમજ ભાયાવદરના હિંગળાજ માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત કરી છે આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઘુમલી આશાપુરા માતાજીના મંદીર માંથી ચોરી કરી હોવાની કબુલાત આપી છે અને તે અંગે નો ચોરાઉ મુદ્દા માલ પણ એલસીબી ની ટીમ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે.