જામનગર તાલુકાના તમાચણ ગામમાં શ્રમિકોને ચા પીવડાવવાના પ્રશ્ને બે વેપારીઓ વચ્ચે તકરાર : એક વેપારી અને તેની વૃદ્ધ માતા પર હુમલો: ત્રણ સામે ફરિયાદ
દેશદેવી ન્યુઝ જામનગર તા ૨૬જાન્યુઆરી ૨૬ જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન તથા ચા ની હોટલ ચલાવતા રાકેશ પરષોત્તમભાઈ બોરીચા નામના ૩૫ વર્ષના વેપારીએ પોતાના ઉપર અને પોતાની વૃદ્ધ માતા ભાનુબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બાજુમાંજ દુકાન ધરાવતા મશરૂભાઈ રઘુભાઈ ચાવડીયા, વિશાલ મશરૂભાઈ ચાવડીયા, અને રવિ મશરૂભાઈ ચાવડીયા નામના ત્રણ પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફટીયાદી યુવાન આસપાસના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોને ચા પાણી પીવડાવવા માટે જતો હતો, જે આરોપી દુકાનદાર મશરૂભાઈ ચાવડીયા ને પસંદ ન હોવાથી તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઇ. ડી.એ. રાઠોડ તપાસ ચલાવે છે.

