જામનગરમાં એક કોલેજીયન યુવતી કોલેજે અભ્યાસ કરવા ગયા બાદ લાપતા બની

0
4815

જામનગરમાં હરિયા કોલેજ રોડ પર રહેતી એક કોલેજીયન યુવતિ કોલેજે અભ્યાસ માટે ગયા બાદ લાપત્તા બની જતા પરિવારજનો માં ચિંતા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૪ ઓક્ટોબર ૨૫, જામનગરમાં હરિયા કોલેજ રોડ પર સરદાર નગર શેરી નંબર -૪ માં રહેતી મયુરીબેન જીતેન્દ્રભાઈ વ્યાસ નામની ૧૯ વર્ષની કોલેજીયન યુવતી કે જે જામનગરની મહિલા કોલેજમાં અભ્યાસ કરે છે. જ્યાં તેના પિતા અભ્યાસ કરવા માટે પોતાના વાહનમાં મુકવા માટે ગયા હતા.ગત ૨૯ મી તારીખે પોતાની પુત્રીને કોલેજમાં અભ્યાસ કરવા માટે પિતા મૂકી આવ્યા બાદ બપોરના ૧૨.૦૦ વાગ્યાના અરસામાં તેમની પુત્રી મયુરી ને કોલેજે પરત લેવા માટે જતાં તેણી એકાએક લાપત્તા બની ગઈ હતી, અને તેણીનો મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો. જેનો અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ પત્તો સાંપડયો ન હતો.આખરે વિપ્ર યુવતી ના પિતા દ્વારા જામનગર ના સીટી બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો, અને પોતાની પુત્રી ગુમ થયાની જાણવા જોગ એન્ટ્રી કરાવતાં પોલીસ તેને શોધી રહી છે.