જામનગરના દરેડમાં ડાઇનિંગ હોલ સંચાલક અને તેના પરિવાર દ્વારા સરાજાહેર ખૂની હુમલો : Video વાયરલ

0
13339

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ડાઇનિંગ હોલ ચલાવતા એક સંચાલક અને તેના પરિવારના બે મહિલા સહિતના છ સભ્યોનો હંગામો

  • ડાઇનિંગ હોલમાં જમવા આવેલા એક ખાનગી કંપનીના સુપરવાઇઝર અને તેના માલિક ઉપર હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા ની ફરિયાદ

  • આરોપી :- (૧) સુનીલભાઇ નંદા (૨) વીશાલ સુનીલ નંદા (૩) ધ્રુવ સુનીલ નંદા (૪) રોહીતભાઇ નંદા (૫) નીશા સુનીલ નંદા (૬) માયાબેન વશીયર

  • સમગ્ર ઘટના અંગે મારા મારી નો Video વાયરલ થતા ચકચાર

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૧ ઓગસ્ટ ૨પ, જામનગર નજીક દરેડ વિસ્તારમાં ડાઇનિંગ હોલ ચલાવતા એક વેપારી અને તેના પરિવારના બે મહિલા સહિતના છ સભ્યોએ હંગામો મચાવ્યો હતો, અને ડાઇનિંગ હોલમાં જમવા આવેલા એક ખાનગી કંપની ના સુપરવાઇઝર સાથે બબાલ કરી મારકૂટ કર્યા પછી તેને બચાવવા આવેલા તેના માલિક ઉપર પણ હુમલો કરી નાખ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.જામનગરમાં શાંતિનગર વિસ્તારમાં રહેતા અને દરેડ જીઆઇડીસી વિસ્તારમાં ખાનગી કંપની ચલાવતા હરદેવસિંહ બટુક સિંહ વાળા કે જેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ કરી જણાવ્યું છે, કે દરેડ જીઆઇડીસી વિસ્તારમાં શિવમ ડાઇનિંગ હોલ ચલાવતા સુનિલભાઈ નંદા તેમજ તેના પરિવારના વિશાલ નંદા, ધ્રુવ નંદા, રોહિત નંદા, નિશાબેન નંદા, અને માયાબેન વગેરે લોખંડના પાઇપ અને ધોકા વડે હુમલો કરી નાખ્યા ની ફરિયાદ નોંધાવી છે.પોતાની કંપનીના સુપરવાઇઝર સંજીવ કુમાર દ્વિવેદી, કે જેઓ ડાઇનિંગ હોલમાં જમવા માટે ગયા હતા, ત્યારે જમવા બાબતે સંજીવ કુમાર તેમજ ડાઇનિંગ હોલના સંચાલકો સાથે તકરાર થઈ હતી, અને તેને મારકુટ કરતા હતા. તેથી હરદેવસિંહ વાળા તેને બચાવવા માટે ગયા હતા.દરમિયાન તેના ઉપર પણ તમામ છ શખ્સો એ હુમલો કરી દીધો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે મામલે પંચ.બી પોલીસે બીએનએસ ની કલમ ૧૧૭ ( ૨) , ૧૧૮(૨) ,૧૧૫ (૨) ,૩૫૨,૫૪ તથા જી.પી. એકટ કલમ ૧૩૫(૧) મુજબ વધુ તપાસ ચલાવે છે.