જામનગર મહાનગર પાલિકાને આઉટ સોસિંગમાં માણસો પૂરો પાડવાનો ચાર્જ 1 રૂપિયો..!
એક માણસ સપ્લાય કરવાનો 1 રૂપિયો.. એટલે 100 માણસો મનપાને આપો એટેલે એજન્સીને 100 રૂપિયા મળે .. આમાં ભ્રષ્ટાચાર ન થાય તો શું થાય..!
બેરોજગારોનો પગાર 11800 નક્કી : 2000 અન્ય કપાતા હાથમાં આવે 9800 તેમા કર્મચારી દીઠ 2000 એજન્સીનું કમિશન..! હવે 6500 માં જંતરાવાનું..! બેરોજગારોની કુ્ર મજાક..
દેશ દેવી ન્યુઝ જામનગર 20. શહેર – જિલ્લામાં બેરોજગારોની કોઈ કમી નથી . આવા બેરોજગારોની મજબુરીનો લાભ લેનારાઓ પણ તેમના પર ત્રાટકીને બેઠા હોય છે. આવું જ કંઈ ફલિત થયું.
જામનગર મહાનગરપાલિકાના આઉટ સોર્સિંગ ટેન્ડરમાં જેમાં 100 જેટલા લોકોને નોકરીએ રાખવાના છે તેમના માટે જે કંપનીઓએ ટેન્ડર ભર્યા તેમણે તેમની ફી રાખી માણસ દીઠ ફક્ત 1 રૂપિયો એટલે 100 માણસોના મહિને .100 આના પરથી સાબિત થઈ શકે કેપગાર મહાપાલિકા આપવાનું તેમાંથી કમિશન કંપની લેશે એટલે બેરોજગારોનું સીધુ શોષણ જેને મહાનગરપાલિકાની છત્રછાયા મળી રહી છે !
જામનગર મહાનગરપાલિકા દ્વારા તેની વિવિધ શાખાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ કલાર્ક પટ્ટાવાળા , દાળિયા , કલાર્ક , ઈજનેર વગેરે સપ્લાય કરવા માટે આઉટ સોર્સિંગનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જેમાં બધાના પગાર ફીક્સ હતા . હવે કંપનીઓએ આવા માણસોને આપવા માટે શું ચાર્જ તેનું ટેન્ડર કરવાનું હતું
જેમાં 12 ટેન્ડર મહાપાલિકાને મળ્યા હતા જેમાંથી આશ્ચર્યજનક રીતે 6 પાર્ટીઓએ માણસો સપ્લાય કરવા માટેનો ભાવ ફક્ત રૂા .1 આપ્યો જેનાથી ફલિત થાય છે કે , શિક્ષિત બેરોજગારોનું શોષણ કેવી રીતે થાય છે ! આનાથી પણ વધુ આશ્ચર્યની વાત એ છે કે , મહાનગરપાલિકાએ છએય ટેન્ડર મંજૂર કર્યા અને છએય કંપનીઓને કામ આપ્યું.
હવે આ લોકો જે માણસો સપ્લાય કરશે તેમના પગારમાંથી કમિશન કાપશે તે નિશ્ચિત છે એટલે બેરોજગારોનું લેશોષણ થયું તે પણ મહાપાલિકાના અંદર જ !


