ખંભાળિયાના ‘હાઇફાઇ’ એરિયામાં જામેલી જુગારની મેહફીલ ઉપર ત્રાટકતી એલસીબી: આઠની ધરપકડ, સંચાલક ફરાર
દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના બંગલાવાડી વિસ્તારમાં રહેતો નારૂ સીદા જામ નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે અહીંના રહેણાક પોસ વિસ્તાર એવા નવાપરા શેરી નંબર- 5 ખાતે આવેલા રોનક એપાર્ટમેન્ટમાં પોતાના ફ્લેટમાં જુગારનો અખાડો ચલાવવામાં ચલાવતો હોવાની ચોક્કસ બાતમી એલ.સી.બી. સ્ટાફના મશરીભાઈ આહિર તથા બોઘાભાઈ કેસરિયાને મળી હતી.આ સંદર્ભે એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાની રાબરી હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગમાં પી.એસ.આઈ. એસ.વી. ગળચર તથા સ્ટાફ દ્વારા રોનક એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે આવેલા ફ્લેટમાં દરોડો પાડી, આ સ્થળે ગંજીપાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રહેલા નાગાજણ ઉર્ફે નાગાભાઈ ખીમાભાઈ જામ, સુનિલ શાંતિલાલ ઉનડકટ, ચિરાગ ઉર્ફે મહાદેવ અનિલભાઈ વેગડા, ગગજી ઉર્ફે અજય ડાડુભાઈ ધારાણી, ભીખુ રાયા ધારાણી, સાજણ સામરા મશુરા, ભરત ઉર્ફે લક્કી ખેતાભાઇ જામ અને કાના નગાભાઈ જામ નામના કુલ આઠ શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 50,400 રોકડા તેમજ રૂ. 26 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન ઉપરાંત રૂપિયા 75 હજારની કિંમતની બે મોટરસાયકલ પણ કબ્જે કરી હતી. આમ, કુલ રૂ. 1,51,400/- નો મુદ્દામાલ કબજે કરી, પોલીસે ઝડપાયેલા આ શખ્સો સામે જુગારધારાની કલમ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જુગારની આ કાર્યવાહી દરમિયાન જુગારનો અખાડો ચલાવનાર જાણીતો શખ્સ નારુ સીદા જામ પોલીસના હાથ ન લગતા હાલ તેને ફરાર ગણી, તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે સાગઠીયા ચલાવી રહ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાની સુચના મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, દેવશીભાઈ ગોજીયા, સજુભા જાડેજા, કેસુરભાઈ ભાટિયા, નરસીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, મશરીભાઈ આહીર, ભરતભાઇ ચાવડા, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, જીતુભાઈ હુણ, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.