જામનગરમાં ABVPના ત્રિદિવસીય પ્રદેશ અધિવેશનના કાર્યાલયનું ઉદ્ઘાટન

0
5616

જામનગરમાં એબીવીપીના ૫૮મા ગુજરાત પ્રદેશ અધિવેશન કાર્યાલયનું ઉદ્ઘાટન

  • આગામી તા. ૮થી ૧૦ જાન્યુઆરી દરમિયાન જામનગરમાં યોજાશે ત્રિદિવસીય પ્રદેશ અધિવેશન; તૈયારીઓનો ધમધમાટ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૬: નવેમ્બર ૨૬ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) ગુજરાત પ્રદેશના આગામી ૫૮મા પ્રદેશ અધિવેશનની તૈયારીઓના ભાગરૂપે જામનગર ખાતે પ્રદેશ અધિવેશન કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરના સુમેર ક્લબ રોડ પર આવેલા સેન્ટર પોઈન્ટ ખાતે એસબીઆઈ બેંકની ઉપર પ્રથમ માળે શરૂ કરાયેલા આ કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ ઉત્સાહભેર યોજાયો હતો.આ પ્રસંગે એબીવીપી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મણભાઈ ભૂતડિયા અને પ્રદેશ મંત્રી દેવાંશભાઈ બ્રહ્મભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ, અગ્રણી બિલ્ડર ભાવેશભાઈ ગગીયા, ૫૮મા પ્રદેશ અધિવેશનના વ્યવસ્થા પ્રમુખ ડો. કિશોરભાઈ નડિયાપરા, જામનગર નગર અધ્યક્ષ પ્રા. મનીષભાઈ ચતવાણી તથા નગર મંત્રી રાજવીર ગઢવી સહિતના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે એબીવીપી ગુજરાતના પ્રદેશ સહમંત્રી ઋત્વિક ભીલાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરી માસની ૮, ૯ અને ૧૦ તારીખ દરમિયાન જામનગર ખાતે એબીવીપીનું ૫૮મું ગુજરાત પ્રદેશ અધિવેશન ત્રિદિવસીય કાર્યક્રમરૂપે યોજાશે. આ અધિવેશનને સફળ બનાવવા માટે અત્યારથી જ આયોજન અને તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.પ્રદેશ અધિવેશન કાર્યાલયના ઉદ્ઘાટન સાથે જ અધિવેશનની વિવિધ વ્યવસ્થાઓ, આયોજન અને સંગઠનાત્મક કામગીરીને વેગ મળશે. ઉદ્ઘાટન પ્રસંગે એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.