જામનગર સાધના કોલોનીમાં મકાનમાં આગ, ધુમાડામાં બેભાન થયેલા શાહનવાઝ નો બચાવ

0
24485

જામનગર સાધના કોલોનીમાં એક રહેણાક મકાનના પ્રથમ માળે આગ ભભૂકી

  • ધુમાડાના કારણે બેભાન બનેલા શાહનવાઝભાઈ ખીરાને ફાયરબ્રિગેડે જીવિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૧૨ નવેમ્બર ૨૬ જામનગરની સાધના કોલોની ગેટ નં. ૧ પાસે મહાકાળી ચોક નજીક બ્લોક નં. એલ-૬૮માં આવેલા રહેણાક મકાનના પ્રથમ માળે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આ બનાવ અંગે રાત્રે ૧૦:૫૬ વાગ્યે ૧૧૨ મારફતે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.મકાનના પ્રથમ માળે લાગેલી આગને ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી. દરમિયાન મકાનના દરવાજા પાસે શાહનવાઝભાઈ ખીરા નામના વ્યક્તિ બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ સમયસૂચકતા દાખવી તેમને જીવિત અવસ્થામાં મકાનની બહાર ખુલ્લી જગ્યાએ લાવી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.આગના ધુમાડાના કારણે તેઓ બેભાન બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સમયસર બચાવ કામગીરીના કારણે તેમનો જીવ બચાવી શકાયો હતો. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું અને તેઓ સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.