કાલાવડના હરિપર (ખંઢેરા) ગામેથી ૨૨ વર્ષીય યુવતી ગુમ
-
સવારના સાડા પાંચથી સાત વાગ્યા દરમિયાન ઘરેથી નીકળી ગયા બાદ પરત ન ફરતાં પોલીસમાં નોંધ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯:ઓક્ટોબર ૨૬ કાલાવડ તાલુકાના હરિપર (ખંઢેરા) ગામેથી ૨૨ વર્ષીય યુવતી ગુમ થવા અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરવામાં આવી છે.પોલીસમાં જાહેર કરાયેલી વિગત મુજબ, હરિપર (ખંઢેરા) ગામમાં રહેતા મનોજભાઈ નાથાભાઈ સરસીયા (ભરવાડ), ઉંમર ૪૫ વર્ષ,ની પુત્રી હીરલબેન મનોજભાઈ સરસીયા, ઉંમર ૨૨ વર્ષ, તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ સવારે ૫:૩૦થી ૭ વાગ્યાની વચ્ચે કોઈને કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી.
ત્યારબાદ તે ઘરે પરત ફરી ન હોવાથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી.ગુમ થનાર હીરલબેનનો વર્ણ શ્યામ છે અને તેની ઊંચાઈ આશરે પાંચ ફૂટ છે. ઘરેથી નીકળી ત્યારે તેણે કાળા રંગનું ટી-શર્ટ અને મરૂન રંગનું પેન્ટ પહેર્યું હતું.આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ (ગુમ) રજિસ્ટર નંબર ૧૦/૨૦૨૬ હેઠળ તા. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ નોંધ કરવામાં આવી છે. ગુમ થયેલી યુવતી અંગે કોઈને જાણકારી મળે તો કાલાવડ ટાઉન પોલીસનો સંપર્ક કરી પરિવારને મદદરૂપ થવા અપીલ કરવામાં આવી છે.


