જામનગર રાજપૂત સેવા સમાજના કારોબારી સભ્ય તરીકે દેવેન્દ્રસિંહ પરમારની વરણી

0
1028

જામનગર રાજપૂત સેવા સમાજના કારોબારી સભ્ય તરીકે દેવેન્દ્રસિંહ પરમારની વરણી

  • દેવેન્દ્રસિંહ પરમાર હાલ જિલ્લા પંચાયત મહાલક્ષ્મી મંડળીમાં પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળે છે. તેમજ હરતું ફરતું અન્નક્ષેત્ર ,આશાપુરા મિત્ર મંડળ ‘ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓમાં સેવા આપે છે.

દેશ દેવી ન્યુઝજામનગર તા. ૨૭ ઓગસ્ટ ૨૬જામનગર રાજપૂત સેવા સમાજની સામાજિક અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગવંતી બનાવવાના હેતુથી નવી કારોબારી સમિતિમાં વરણી કરવામાં આવી છે. જેમાં ક્ષત્રિય ગરાસીયા સમાજના સક્રિય અને ઉત્સાહી અગ્રણી શ્રી દેવેન્દ્રસિંહ પરમારની કારોબારી સભ્ય તરીકે સત્તાવાર પસંદગી કરવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના મૂળી તાલુકા મુજપર ગામના વતની અને હાલ જામનગર રહેતા શ્રી દેવેન્દ્રસિંહ પરમાર લાંબા સમયથી સામાજિક, શૈક્ષણિક અને યુવા કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં સતત સક્રિય યોગદાન આપી રહ્યા છે. સમાજ પ્રત્યેની તેમની નિષ્ઠા, સંગઠન શક્તિ અને સમર્પણ ભાવનાને ધ્યાનમાં રાખીને સંસ્થાના ટ્રસ્ટીઓ તથા વડીલો દ્વારા તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.સમાજના ઉત્થાન માટે કટિબદ્ધતા: પોતાની આ નિમણૂંક બદલ શ્રી દેવેન્દ્રસિંહ પરમારે રાજપૂત સેવા સમાજના તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમાજના યુવાનોના સર્વાંગી વિકાસ, શિક્ષણ, સામાજિક એકતા અને સેવાકીય કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે તેઓ સદૈવ તત્પર રહેશે. ​શ્રી દેવેન્દ્રસિંહ પરમારની કારોબારી સભ્ય તરીકે વરણી થતાં જામનગર ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણીઓ, વિવિધ સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, મિત્રવર્તુળ અને સ્નેહીજનો દ્વારા તેમના પર આભિનંદન અને શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.