જામનગર એસીબી દ્વારા પંજાબ બેંક ના તત્કાલીન ઓફિસર અને બ્રાન્ચ મેનેજર તથા અન્ય એક પ્રજાજન સહિત ત્રણ સામે લાંચ માંગવા સંબંધે ડિમાન્ડ કેસ કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૦ ડિસેમ્બર, ૨૫ જામનગર એસીબી શાખા દ્વારા ખંભાળિયા ગેઇટ નજીક આવેલી પંજાબ નેશનલ બેંકના તત્કાલીન ઓફિસર તેમજ બ્રાન્ચ મેનેજર અને એક પ્રજાજન સામે મુદ્રા લોન ની સબસીડી મંજૂર કરવાના બહાને રૂપિયા ૪૦ હજારની લાંચની માંગણી કરવા સંબંધે ડિમાન્ડ કેસ કર્યો છે. જેથી ભારે ચકચાર જાગી છે.
આ કેસની એસીબી વિભાગમાંથી સાંપડતી વિગતો અનુસાર ગત તારીખ ૧૩.૨.૨૦૨૪ ના રોજ એસીબી શાખા દ્વારા જામનગરમાં ખંભાળિયા ગેઇટ વિસ્તારમાં લાંચ નું છટકૂં ગોઠવવામાં આવ્યું હતું, અને જામનગરની પંજાબ નેશનલ બેંક ખંભાળિયા ગેઇટ શાખા ના જે તે વખતના અધિકારી સંજય રાજકુમાર મીના, ઉપરાંત બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ ગણેશ પ્રસાદ રોય અને જામનગર એક નાગરિક ગિરીશ ગોજીયા કે જેઓ દ્વારા એક આસામીને મુદ્રા લોન મંજૂર કરી દેવાના બહાને રૂપિયા ૪૦,૦૦૦ ની લાંચ ની માંગણી કરી હતી, જે અંગેનો ખંભાળિયા નાકા બહાર બજરંગ હોટલ પાસે લાંચ નું છટકું ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ તે છટકું નિષ્ફળ નિવડ્યું હતું, અને લાંચની રકમ લીધા વિના ત્યાંથી ચાલ્યા ગયા હતા.
આ લાંચ નું છટકૂં નિષ્ફળ ગયું હોવાનું જે તે વખતે જાહેર થયું હતું, પરંતુ આ પ્રકરણમાં એસીબી દ્વારા આગળની કાર્યવાહી ચલાવવામાં આવી હતી, અને બેંકના અધિકારી સંજય મીના તેમજ બ્રાન્ચ મેનેજર મનોહર પ્રસાદ રોય ઉપરાંત એક નાગરિક ગિરીશ ગોજીયા કે જે ત્રણેય વ્યક્તિએ લાંચની રકમની માંગણી કરી હોવાથી બે વ્યક્તિએ રાજ્ય સેવક તરીકે ના પોતાના દુરુપયોગ કર્યો હોવાના અનુસંધાને સરકાર પક્ષે પોલિસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી જાતે ફરિયાદી બન્યા છે, અને ત્રણેય સામે જામનગર એ.સી.બી. ની કચેરીમાં ડિમાન્ડ કેસ કરવામાં આવ્યો છે. રાજકોટ ACB એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ સમગ્ર મામલાનું સુપરવિઝન કરી રહ્યા છે.


