જામનગર ના વિશાલ ઈન્ટરનેશનલ હોટલના ભાગીદાર અને ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ ભદ્વા એ કાવતરૂ રચી એકાઉન્ટન્ટ ઉપર જીવલેણ હુમલો કરાવવાના કેસમાં આગોતરા જામીન અરજી રદ કરતી અદાલત
-
કિરીટભાઈ ભદ્વા દ્વારા ભાગીદારી વિવાદમાં નિદોર્ષ એકાઉન્ટન્ટને જાનથી મારી નાખવાના ઈરાદે ગુનાહીત કાવતરૂ રચી માણસો મોકલ્યાના આક્ષેપો
-
કિરીટભાઈ ભદ્રા મોટી ઉંમરના અને સમાજમાં સારી સાખ પ્રતિષ્ઠા હોય , પરંતુ જે પ્રકારે કાવતરું રચી હેવાનિયતથી હુમલો કરવામાં આવ્યો છે, તે જોતા આરોપીને જામીન મુક્ત કરવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે : એડવોકેટ રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૦ ડિસેમ્બર ૨૫ આ અતી ચકચારી અને ટોપ ઈન ટાઉન કેશની હકિકત એવી છે કે, જામનગરમાં આવેલ પ્રખ્યાત હોટલ વિશાલ ઈન્ટરનેશનલના ભાગીદારો વચ્ચે અંદરો અંદર વિવાદ ચાલતો હોય, તે વિવાદમાં તા.૨૬/૧૧/૨૦૨૫ ના રોજ રાત્રીના એકાઉન્ટન્ટ અમીતભાઈ ચંદુભાઈ ચુડાસમાં કે, જેઓ વિશાલ હોટલમાં છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંતથી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોય, તેમના મોબાઈલ ઉપર ફોન આવેલ અને તેમને કાલથી તારે કામે નથી જવાનું તેમ કહેલ અને તેમને તેમના જ ઘર નિચે બોલાવેલ ત્યા મિલન હંજળા, અનિલ ભદ્રા વિગેરે સહીત અન્ય વ્યક્તિઓ પણ હાજર હતા અને તે તમામના હાથમાં જીવલેણ હથીયાર હતા, તેમાંથી મિલન હંજળાઓ દ્વારા ફરીયાદીને એવી ધમકી આપેલ કે, તારે કાલથી હોટલમાં નોકરીએ જવાનું નથી, અમોને કિરીટભાઈ ભદ્વાએ મોકલ્યા છે અને જો જઈશ તો તને તકલીફ પડશે, તેવી ધમકી આપેલ, ત્યારે મુળ ફરીયાદી અમીતે તેમને જણાવેલ કે, મારા આખા પરીવારનો આધાર આ નોકરી ઉપર છે, તેટલું જણાવતાની સાથે આ આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલ અને લોખંડના પાઈપથી અને લાકડાના ધોકાઓથી તેમના ઉપર જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને નાશી ભાગી ગયા હતા.
તે બાબતની આ તમામ આરોપીઓ ઉપર જીવલેણ હુમલો કરી અને જાનથી મારી નાખવાની કોશિશની ફરીયાદ જાહેર થયેલ, અને આ હુમલો કરાવનાર તરીકે ભાનુશાળી સમાજના પ્રમુખ કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રાનું પણ એફ.આઈ.આર.માં નામ જાહેર કરેલ, તેથી કિરીટભાઈ ભદ્દા દ્રારા આ ગુન્હાના કામે આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને તેમના પક્ષે દલીલો થયેલ કે, આ મુળ ફરીયાદી તે વિશાલ હોટલના અન્ય ભાગીદાર સાથે મળેલ છે અને તેમને કોઈ જ કારણ વગર હાલના આરોપી કીરીટભાઈ ભદ્રા નું નામ જાહેર કરાવી દીધેલ છે કીરીટભાઈ ભદ્રા આ કેશમાં હુમલામાં ઈન્વોવ્લડ હોય તેવો કોઈ જ પુરાવો તપાસમાં આવેલ નથી અને આ કીરીટભાઈ ભદ્રા સમગ્ર ભાનુશાળી સમાજના પ્રમુખ છે અને મોટી ઉમરના છે અને સમાજમાં સારી શાખ અને નામના ધરાવે છે તો તેમનો મોટો બિઝનેશ જામનગર ખાતે છે તેઓ કયાંય નાશી ભાગી જાય તેમ નથી, તેથી તેમને જામીન મુકત કરવા જોઈએ, તેમના વિરોધમાં ફરીયાદ પક્ષે ધારદાર રજુઆતો કરવામાં આવેલ કે, આ જેમના ઉપર જીવલેણ હુમલો કરવામાં આવેલ છે તે વ્યકિત એક નિદોર્ષ સમાન્ય નોકરીયાત વ્યકિત છે, તેઓ વર્ષોથી આ વિશાલ હોટલમાં નોકરી કરે છે, આ વિશાલ હોટલમાં કિરીટભાઈ ભદ્રા ભાગીદાર છે, તેમના ભાગીદારો ઉપર દબાણ લાવવા માટે આ એકાઉન્ટન્ટને શીકાર બનાવેલ છે
અને આ પ્રકારે તેમના ઉપર હુમલો કરેલ છે અને આરોપીઓએ હુમલો કરતા પહેલા કીરીટભાઈએ મોકલેલ હોવાનું પણ જણાવેલ છે, અને સમાજના પ્રમુખ હોય અને નાશી ભાગી જાય તેમ ન હોય તેવા કારણથી જામીન મુક્ત કરી ન શકાય જયારે કોઈ વ્યક્તિ ઉપર આટલી હેવાનીયતથી ગુનાહીત કાવતરૂ રચી અને હુમલો કરાવેલ છે, તેવા કિસ્સામાં આ આરોપીને જામીન મુક્ત કરવામાં આવશે તો સમાજમાં ખોટો મેસેજ પસાર થશે અને હજુ તપાસ બાકી છે, અને લાંબો સમય આ આરોપી નાશતો ભાગતા રહ્યા છે, તેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ નહી, આમ નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને કિરીટભાઈ મનસુખભાઈ ભદ્રા ની આગોતરા જામીન અરજી રદ કરવાનો હુમ કરેલ, આ કેસમાં મુળ ફરીયાદી અમીત ચંદુભાઈ ચુડાસમાં તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, એપી.પી ધર્મેન્દ્ર જીવરાજાણી, વિશાલ વાય. જાની હરદેવસિંહ આર.ગોહીલ , રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, તથા કરણ કે. પટેલ રોકાયેલા હતા.


