જામનગર : જોડીયા થી સગાઈના પ્રસંગમાં જઈ રહેલા બાઈક ચાલકને હડફેટમાં લઈ મૃત્યુ નિપજાવનાર કારચાલક સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ ડીસેમ્બર ૨૫, જામનગર જિલ્લાના જોડિયામાં જલારામ સોસાયટીમાં રહેતા દિનેશભાઈ પરમાર નામના ૬૧ વર્ષ ના બુઝુર્ગ કે જેઓ ગત રવિવારે ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં એક સગાઈના પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા, અને પોતાના બાઈક પર ઘેર પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન જોડિયા-ભાદરા રોડ પર બાદનપર ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી જી.જે.૧૦ ડી.એ.૪૭૨૦ નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ લેતા ગંભીર ઇજા થયા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક દિનેશભાઈ ના પુત્ર રવિ દિનેશભાઈ પરમારે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં જોડિયા પોલીસે કારના ચાલક કાનજીભાઈ દેવકરણભાઈ નંદાસણા સામે ગુનો નોધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.


