જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના એક વિપ્ર યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા
-
યુવાને ગાડી પાછળ ઢસડી સરા જાહેર માર્યો : સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
-
આરોપીઓ દેવાંગ પરમાર અને દીશાંત ચાવડા સામે સીટી- સી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ નવેમ્બર ૨૫, જામનગરમાં એરફોર્સ -૨ રોડ પર સ્વામિનારાયણ નગર રેસીડેન્સી વિસ્તારમાં જયેશ ભાસ્કરભાઈ પંડ્યા નામના ૩૬ વર્ષના વિપ્ર યુવાન ઉપર દેવાંગ પરમાર અને દિશાંત ચાવડા નામના બે શખ્સોએ લોખંડ ના પાઇપ તેમજ પ્લાસ્ટિક ના પાઇપ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી, જેથી વિપ્ર યુવાનને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર આપવી પડી હતી.
આ બનાવ અંગે જયેશ પંડ્યા એ બંને આરોપીઓ દેવાંગ પરમાર અને દીશાંત ચાવડા સામે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૧૧૭ (૨),૧૧૫ (૨), ૩૫૧ (૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એકટ ૧૩૫ (૧)મુજબ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર બંને આરોપીઓએ ફરિયાદી યુવાનને પોલીસના બાતમીદાર સમજીને આ હુમલો કર્યો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.


