જામનગર સહિતના અલગ-અલગ જીલ્લાઓ માં ઘરફોડ ચોરી કરતી ઘાટવડ ગેંગ ને ઝડપી પાડતી જામજોધપુર પોલીસ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ ઓક્ટોબર ૨૫, જામજોધપુર પંથક ના મોટી ગોપ ગામ ની સીમ વિસ્તાર માં તાજેતર માં ઘરફોડ ચોરી નો બનાવ બન્યો હતો. જામજોધપુર પોલીસે આ ઘરફોડ ચોરી ના ગુના નો ભેદ ઉકેલ નાખ્યો છે. અને ચાર આરોપી ને રૂ. ૬,૯૬,૯૪૦ ની કિમત ના ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ ગેંગે અનેક જિલ્લાઓમાં ગુનાઓ આચાર્ય હોવા નું પોલીસ તપાસ માં ખુલવા પામ્યું છે.જામજોધપુરનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઘરફોડ ચોરી ના ગુન્હા મા ચોરી કરેલ સોનુ વેચવા માટે આરોપી જામજોધપુર માં આવ્યા છે .અને હાલ જામજોધપુર ગાંધી ચોક વિસ્તાર ની આસપાસ સોની ના વેપારી ઓ ને સોનુ વેચવા અંગે પુછપરછ કરે છે.
જે બાતમી ના આધારે ચાર આરોપીઓ ને ચોરીમાં ગયેલ ઘરેણા સાથે જામજોધપુર ગાંધી ચોક થી આગળ આવેલ જવેલર્સ ની દુકાન નજીક થી પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા અને સ્ટાફે ઝડપી લીધા હતા અને ચોરીમાં ગયેલ સોનાના દાગીના રૂ. ૩,૧૭,૯૪૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો . વધુમાં ઉંડાણપુર્વક તપાસ કરતા પકડાયેલ ચારેય આરોપીઓ તથા તેની સાથેના અન્ય આરોપીઓએ સાથે મળી ને આણંદ, મોરબી, બોટાદ, જુનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર,ગીર સોમનાથ જીલ્લાઓમાં અલગ અલગ ચોરી, ઘરફોડ ચોરી તથા દારૂ અંગે ના ગુન્હા ઓ આચરેલ હોવાનું જણાય આવેલ છે.
જે આરોપીઓ પૈકી હિતેશ દીલીપભાઇ ચૌહાણ તથા આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ એ આ સિવાય પણ રાણાવાવ વિસ્તાર માં ઘરફોડ ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી . અને સોનાના દાગીના જામજોધપુર પો.સ્ટે ની હદમાં આવેલ પાટણ ગોલાઇ પાછળ અવાવરૂ જગ્યા ના ઝાડી જાંખરા માં ખાડો કરી સંતાડી રાખેલ છે. તેવી કબુલાત આપતા તપાસ કરતા રાણાવાવ પો.સ્ટે માં નોંધાયેલ ગુન્હો શોધી કાઢવામા આવ્યો હતો.અને રાણાવાવ ના ગુન્હા મા તમામ મુદામાલ સોનાના દાગીના કુલ.કી.રૂ.૩,૭૮,૭૦૦ નો મુદામાલ કબ્જે કરવામા આવ્યો હતો. આમ ચારેય આરોપી ઓ પાસેથી બંને ચોરી ન બનાવ માં કુલ સોનાના દાગીનાની કુલ કી.રૂ.૬,૯૬,૯૪૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપીઓ અલગ અલગ ગામોમા ફરી ભીક્ષાવૃતિ કરી ગામોમા રેકી કરી બંધ મકાન નજરે પડે તો નાની મોટી ચીજ વસ્તુ તથા રોકડ રકમ ની ચોરી કરી તથા મોટે ભાગે રેલ્વે ના પાટા તથા રેલ્વે સ્ટેશનની આજુબાજુના વિસ્તારમાં ઝુપડા બાંધી રહેણાંક કરી અને આજુબાજુના ગામોમા જઇ દીવસ તેમજ રાત્રીના કોઇપણ સમયે બંધ મકાનો હોય તો આજુબાજુ ચાવી ની તપાસ કરી સરળતાથી ચાવી મળી જાય તો ખોલી મકાનની અંદર જઈ અને જો ચાવી ના મળે તો મકાનની બહારથી ફળીયામાંથી કોઇ નાની મોટી કિંમતી ચીજ વસ્તુ કે રોકડા ચોરી કરી વેચી દેવાની ટેવ ધરાવે છે.જામજોધપુર પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપીઓમાં હિતેશ દીલીપભાઇ ચૌહાણ ( ઉ.વ.૨૫ રહે ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ-રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા.રાણાવાવ જી. પોરબંદર) , આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદરુ રાઠોડ ( ઉ.વ.૨૮ , રહે .ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે:- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી. પોરબંદર) , બહાદુર ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ ( ઉ.વ.૪૯ , રહે ,ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા: કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહેઃ- રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા:રાણાવાવ જી.પોરબંદર) અને કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ ( ઉ.વ.૨૦ મૂળ રહે -ઘાટવડ ગામ ખોડીયાર માતાજીના મંદિર પાસે, રેલ્વે સ્ટેશન રોડ તા. કોડીનાર જી ગીર સોમનાથ હાલ રહે .રાણાવાવ રેલ્વે સ્ટેશન સામે ઝુપડપટ્ટી તા :રાણાવાવ જી.પોરબંદર) નો સમાવેશ થાય છે.
આ તમામ આરોપીઓ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જેમાં આરોપી હિતેશ દીલીપભાઇ ચૌહાણ સામે આણંદ માં પંથક માં ૧૧ , જુનાગઢ જીલ્લો માળીયા હાટીના , બોટાદ જીલ્લો ગડા પો.સ્ટે. , ભાવનગર જીલ્લો ઉમરાળા પો.સ. અમરેલી જીલ્લ ના લાઠી પો.સ્ટે. માં એક – એક મળી કુલ ૧૫ ગુના નોંધાયા છે. જ્યારે આરોપી આતિષ ઉર્ફે વિશાલ બહાદુરભાઇ ઉર્ફે બદર રાઠોડ સામે જુનાગઢ, વિસાવદર વંથલી ( જૂનાગઢ ) , માણવદર
ગોંડલ , ગઢડા( બોટાદ ) પાલીતાણા ચોરવાડ , ઉના પો લાઠી ( અમરેલી ) પંથક ના ૧૫ ગુના , આરોપી બહાદુર ઉર્ફે બદરૂ છોટુભાઇ રાઠોડ મોરબી અને ગોંડલ માં તથા ચોથા આરોપી કવરસિંહ ઉર્ફે કડકસિંહ નવલસિંહ રાઠોડ સામે કાલાવડ ગોંડલ , વિસાવદર જુનાગઢ પંથક માં ગુના નોંધાઈ ચૂક્યા છે. આ કાર્યવાહી જામજોધપુર ના પોલીસ ઇન્સપેકટર એ.એસ.રબારી તથા પો.સબ.ઇન્સ એચ.બી.વડાવીયા તથા સ્ટાફે કરી હતી.


