જોડિયા : જીરાગઢ ગામમાં વધુ એક બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ

0
713

જોડીયા તાલુકાના જીરાગઢ ગામમાં વધુ એક બુઝુર્ગ મહિલાને નિશાન બનાવી લૂંટ ચલાવ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ઓક્ટોબર ૨૫, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બોડકા ગામમાં એક વૃદ્ધ મહિલા ને માર મારી લૂંટ ચલાવવા અંગે એક મહિલા સહિતના શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ જીરાગઢ ગામમાં પણ આવો જ લૂંટનો એક બનાવ બન્યો હોવાથી તે અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.જોડીયા તાલુકા ના જીરાગઢ ગામમાં રહેતા રંભાબેન પરબતભાઈ ચોટલીયા નામના ૮૦ વર્ષના બુઝુર્ગ મહિલા, કે જેઓ પોતાના ઘરમાં સૂતા હતા, જે દરમિયાન ઘરના દરવાજાને લાતો મારી ખોલી નાખી એક સ્ત્રી તથા બે અજાણ્યા પુરુષો વગેરે ઘરમાં ઘૂસી આવ્યા હતા, અને બુઝુર્ગ મહિલાના હાથ પગ પકડી રાખી મોઢું દબાવી તેઓ પાસેથી રૂપિયા ચોવીસ હજારની કિંમતના સોનાના બુટીયા ની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા.જેથી આ મામલો જોડીયા પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને લૂંટ ના બનાવ અંગે નો વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબી ની ટીમ તથા જોડીયા પોલીસ આ મામલે લૂંટારું ટોળકીને શકંજા માં લઇ વધુ તપાસ ચલાવી રહી છે.