જામનગર : ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામની ૨૨ વર્ષીય યુવતી ગુમ 

0
5086

જામનગર : ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની યુવતી ગુમ 

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ ઓગસ્ટ ૨૫, ધ્રોલ તાલુકા ના નાના ગરેડિયા ગામ ની ૨૨ વર્ષ ની યુવતી ઘરેથી નીકળ્યા પછી આજ દિવસ સુધી પરત નહી ફરતા આ બનાવ અંગે તેણી ના ભાઈ એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે.જામનગર જિલ્લા ના ધ્રોલ તાલુકા ના નાના ગરેડીયા ગામ માં રહેતી તૃષાબેન અમરસીભાઈ શિયાર નામની ૨૨ વર્ષ ની યુવતી ગત તારીખ ૨૩/૯/૨૫ ના સવારે પોતાના ઘરે થી નીકળ્યા પછી આજ દિવસ સુધી ઘરે પરત નહી પડતા અને તેણીની સગા સંબંધીઓ ને ત્યાં શોધ કરવા છતાં પણ પતો નહીં લાગતા આખરે તેણી ના ભાઈ સુખદેવ સીયાર એ પોલીસ માં ગુમ નોંધ કરાવી છે. આ બનાવવા અંગે પોલીસ હેડ કોન્સ્ટેબલ જે કે દલસાણીયા તપાસ હાથ ધરી છે. આ યુવતી બાબતે કોઈને જાણકારી મળે તો ધ્રોલ પોલીસ ને જાણ કરવા અનુરોધ કરાયો છે.