જામનગરના સીંગચ ગામે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં હંગામી પોસ્ટ ઓફિસ ઉભી કરી દેવાઈ
-
સીંગચ ગામે જલારામ મંદિરના ગેટમાં પોસ્ટ ઓફિસના પાટીયા લાગતા ચકચાર : લોકો કામગીરીએ આવતા ભાંડો ફૂટ્યો.!!
-
સાર્વજનિક પ્લોટના મંદિરમાં કોઈએ પોસ્ટ ઓફિસના નું બોર્ડ મારી દઈ કામગીરી શરૂ કરી દેતા દેકારો બોલી ગયો હતો
દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૩ ઓક્ટોબર ૨૫ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સીંગચ ગામે ખાનગી સોસાયટીના સાર્વજનિક પ્લોટ માં જલારામ મંદિર આવેલુ છે. તેમાં કોઇ એક પોસ્ટ કર્મચારી દ્વારા હંગામી પોસ્ટ ઓફિસ ની કામગીરી ચાલુ દેવાતા માં ભારે વિરોધ જોવા મળ્યો હતો સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પોસ્ટ ઓફિસ નું બોર્ડ લગાવનાર કર્મચારીની નોકરી અન્ય સ્થળે હોય , ઓફિસે ન જવું પડે તેથી ઘરેથી કામગીરી ચલાવવામાં આવતી હોવા નો પણ આક્ષેપ કરાયો હતો.
તેવામાં આજરોજ પોસ્ટ ઓફિસ ને લગત કામ માટે લોકો સોસાયટીમાં આવતા સ્થાનિકોએ અટકાવી વિરોધ નોંધાવ્યો હતો અને પોસ્ટ ઓફિસ નું બોર્ડ લગાવનાર જવાબદાર વ્યક્તિને સ્થાનિકો એ ટપારતા લોકોને અગવડ ન પડે તેવુ બાનું આગળ ધરી પોતાનો લૂલો બચાવ કર્યો હતો હાલતો પોસ્ટ ઓફિસના બોર્ડેનો મુદ્દો જિલ્લા પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.