જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડ ગવર્નમેન્ટ કોલોની ખાતે યોજાતા ગરબામાં જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે ઉપસ્થિતિ રહી બાળાઓનો ઉત્સાહ વધાર્યો
દેશ દેવી ન્યુઝ તારીખ ૧ ઓક્ટોબર ૨પ જામનગરના જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર પોતાના પરિવાર સાથે લાલ બંગલા ગવર્નમેન્ટ કોલોની ખાતે આયોજિત ગરબી મહોત્સવમાં સહર્ષ ઉપસ્થિત રહ્યા હતા.અને નવરાત્રીના પવિત્ર પર્વ દરમિયાન, વહીવટી તંત્રના વડાએ લોક ઉત્સવમાં જોડાઈને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારોની વસાહતમાં આયોજિત આ ગરબીમાં કલેક્ટર એ માતાજીની આરતીમાં ભાગ લીધો હતો અને પરંપરાગત રીતે સજ્જ થયેલાં ભાઈઓ-બહેનો દ્વારા થતા ગરબા-રાસને નિહાળી તેઓને પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે કલેક્ટર એ જણાવ્યું હતું કે, નવરાત્રી એ માત્ર પૂજાનું પર્વ નથી, પરંતુ તે આપણી એકતા, સંસ્કૃતિ અને સામૂહિક આનંદનું પ્રતીક છે. વહીવટી કામગીરીની વ્યસ્તતા વચ્ચે પણ આવા સામાજિક ઉત્સવોમાં ભાગ લેવાથી આપણને નવી ઉર્જા અને પોઝિટિવિટી મળે છે.કલેક્ટર ની આ સાદગીભરી ઉપસ્થિતિથી કોલોનીના રહેવાસીઓમાં અનેરો ઉત્સાહ અને હર્ષની લાગણી ફેલાઈ હતી. તેમણે કર્મચારીઓ અને તેમના પરિવારો સાથે સહૃદયી વાતચીત કરીને સૌને નવરાત્રીની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે ગવર્નમેન્ટ કોલોની ગરબી મંડળના આયોજકો રવિરાજસિંહ દોલુભા જાડેજા , વિરેન્દ્રસિંહ પરમાર ( માહિતી વિભાગ ) , રામદેવસિંહ ગોહિલ (કસ્ટમ) , વિરેન્દ્રસિંહ વાઘેલા , યુવરાજસિંહ ગોહિલ, જસમીન ગોસાઈ, કેતનકુમાર ચાવડા ( હેરોલોજિસ્ટ ) સહિત બહોળી સંખ્યામાં કોલીનીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.